ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Politics / કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર આવી રહ્યાં ભારત, આ દિવસે દિલ્હીમાં કરશે મોટું કામ
Last Updated: 05:03 PM, 1 June 2026
ADVERTISEMENT
Cockroach Janata Party: કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ જાહેરાત કરી છે કે તેઓ 6 જૂને ભારત પાછા ફરશે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં તેમણે વિદ્યાર્થીઓ અને સમર્થકોને આંદોલનમાં જોડાવા અપીલ કરી છે.
ADVERTISEMENT
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ કહ્યું છે કે તેઓ 6 જૂને ભારત પાછા આવશે અને દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. તેમણે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ કરી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો. તેમાં તેમણે તેમના સમર્થકો અને વિદ્યાર્થીઓને દિલ્હીમાં પોતાનો અવાજ ઉઠાવવામાં તેમની સાથે જોડાવા અપીલ કરી.
ADVERTISEMENT
વીડિયોમાં તેમણે કહ્યું, "આપણે બધાએ સાથે આવવાનો સમય આવી ગયો છે. આપણે શાંતિપૂર્ણ રીતે આપણા વિચારો વ્યક્ત કરવા જોઈએ, બંધારણના માર્ગે ચાલીને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવી જોઈએ." જો આપણે સાથે મળીને બોલીશું, તો સરકારે સાંભળવું પડશે.
તેમણે એમ પણ કહ્યું કે તેઓ 6 જૂન શનિવારે સવારે દિલ્હી પહોંચશે. તેમણે લોકોને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા વિનંતી કરી. ત્યારબાદ તેઓ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જશે અને જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી માંગશે.
ADVERTISEMENT
દીપકે આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગડબડી અને વિવાદોને કારણે પરેશાન થઇ ગયા છે. તેમણે સરકાર પાસેથી જવાબદારીની માંગ કરી છે.
Important announcement:
— Cockroach is Back (@Cockroachisback) June 1, 2026
CJP Founder @abhijeet_dipke will return to India on June 6 for a peaceful protest at Jantar Mantar, Delhi, demanding the resignation of the Education Minister. pic.twitter.com/x9M1v38Pwu
ADVERTISEMENT
અભિજીતે વીડિયો સંદેશમાં શું કહ્યું?
અભિજીતે ભારત પાછા ફરવાની જાહેરાત કરતો એક વીડિયો સંદેશ બહાર પાડ્યો. તેણે કહ્યું કે તેઓ NEET પરીક્ષા વિવાદ અને કથિત પેપર લીકના સંદર્ભમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવા માટે દેશમાં પરત ફરી રહ્યા છે.
ADVERTISEMENT
અભિજીતે દીપકે દાવો કર્યો હતો કે NEET પરીક્ષા સાથે જોડાયેલા વિવાદને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ આ મુદ્દે તેમનું સમર્થન કર્યું છે. તેમના મતે શિક્ષણ પ્રણાલીમાં કથિત ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી થવી જોઈએ, અને કોઈએ તેની જવાબદારી લેવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરતી ઓનલાઈન અરજીને લાખો લોકોનું સમર્થન મળ્યું છે. વધુમાં દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / 'મરજીથી વેશ્યાવૃતિ કરવી ગુનો નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
કોકરોચ જનતા પાર્ટી શું છે?
અભિજીત દીપક દ્વારા શરૂ કરાયેલ યુવા-સંચાલિત સોશિયલ મીડિયા ચળવળ છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મેળવી છે, અને ઘણી જાણીતી હસ્તીઓએ તેને ફોલો કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 22 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
સંકળાયેલા મુદ્દાઓ