ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / "Pls Help me, એક રઇસજાદે કી સ્કોર્પિયોને...", એકનો એક દીકરો ગુમાવનાર માતાની ચોધાર આંસુએ વિનંતી

Video / "Pls Help me, એક રઇસજાદે કી સ્કોર્પિયોને...", એકનો એક દીકરો ગુમાવનાર માતાની ચોધાર આંસુએ વિનંતી

Published By: Vidhata Gothi

Last Updated: 02:22 PM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka Hit and Run Case: દિલ્હીના દ્વારકામાં લાઇસન્સ વિના એક સગીર ગાડી ચલાવી રહ્યો હતો અને 23 વર્ષીય સાહિલને કચડી નાખ્યો. આરોપીના વાહન પર પહેલાથી જ 13 ચલાન લાગેલા હતા. મૃતકની માતાનો આરોપ છે કે તેના પુત્રનું મૃત્યુ સમયસર સારવારના અભાવે થઈ ગયું.

ADVERTISEMENT

દિલ્હીના દ્વારકા વિસ્તારથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક હાઇ-સ્પીડ SUVએ 23 વર્ષીય સાહિલ ધનશેરાનો જીવ લઈ લીધો. આ અકસ્માતમાં એક માતા પાસેથી તેનો પુત્ર છીનવાઈ ગયો. પણ સાથે જ રાજધાની દિલ્હીના રસ્તાઓ પર સગીરો લાઇસન્સ વિના વાહન ચલાવે છે તે બાબત પણ ઉજાગર થઈ. દીકરાના મૃત્યુનું વર્ણન કરતાં માતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમનો દીકરો 10 મિનિટ સુધી રસ્તા પર પીડાથી કણસતો પડ્યો રહ્યો, પરંતુ કોઈ તેની મદદ માટે આગળ આવ્યું નહીં.

મૃતક સાહિલની માતા, ઇન્ના માકનનું દુઃખ સોશિયલ મીડિયાથી લઈને પોલીસ વિભાગ સુધી ગૂંજી રહ્યું છે. તેમણે ભરેલા અવાજે કહ્યું - મારો સાહિલ રસ્તા પર લગભગ 10 મિનિટ સુધી તડપતો રહ્યો, મદદ માટે બૂમો પાડતો રહ્યો, પણ ભીડ અને ત્યાં હાજર એમ્બ્યુલન્સ ફક્ત પ્રેક્ષક બની રહી. ઇન્નાએ જણાવ્યું કે જ્યારે તેમને માહિતી મળી અને તે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે સાહિલની હાલત અત્યંત નાજુક થઈ ગઈ હતી. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો તેણે દમ તોડી દીધો.

અકસ્માત કરનાર SUV પર પહેલાથી જ હતા 13 ચલાન

તપાસમાં જે ચોંકાવનાર હકીકતો સામે આવી છે, એ પ્રમાણે, જે SUV સાથે સાહિતનો બાઇકની ટક્કર થઈ, એ ગાડીનો પાછલો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. એ ગાડી પર પહેલાથી 13 ચલાન નોંધાયેલા હતા. મોટાભાગના ચલાન ઓવરસ્પીડિંગના હતા, જે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના હતા. આનાથી એ તો સ્પષ્ટ થાય છે કે ગાડીના માલિકને ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડવાની આદત હતી.

vtv app promotion

સગીર ચલાવી રહ્યો હતો SUV

પોલીસના જણાવ્યા પ્રમાણે, 3 ફેબ્રુઆરીના રોજ અકસ્માત સમયે, ગાડી કોઈ અનુભવી ડ્રાઇવર નહોતો ચલાવી રહ્યો, પરંતુ એક સગીર ચલાવી રહ્યો હતો, જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે સાહિલને કચડી નાખ્યા પછી, SUV રસ્તાની બાજુ પર ઊભેલી એક અન્ય કેબ સાથે અથડાઈ ગઈ. એ ટક્કરમાં કેબનો ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.

આ પણ વાંચો: પોતાનું જ બાળક કેબમાં ભૂલી ગયા માતાપિતા, ઘરે પહોંચીને યાદ આવ્યું તો, આગળ જે થયું...

આરોપી જામીન પર મુક્ત

કાયદાની વિડંબના તો એવી છે કે જે સગીરે એક પરિવારનો દીવો બુઝાવી દીધો, તેને બોર્ડની પરીક્ષાનો હવાલો આપીને વચગાળાના જામીન મળી ગયા છે. માતા ઇન્ના મકનનું કહેવું છે કે તે તેના પુત્રના અંતિમ સંસ્કારમાં ખૂબ જ ભાંગી પડી હતી, અને દરમિયાન આરોપીને મુક્તિ મળી ગઈ. હવે, પરિવારની ફક્ત એક જ માંગ છે કે - નિષ્પક્ષ તપાસ અને ન્યાય. જેથી બીજી કોઈ માતાનો દીકરો આ રીતે રસ્તા પર દમ ન તોડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Inna Dhansher Viral Video Sahil Dhansher Dwarka Accident Dwarka Hit and Run Case

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ