બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:14 PM, 17 February 2026
ઘણીવાર લોકો કેબમાં ઉતાવળમાં છત્રી, પાણીની બોટલ, કે ક્યારેક મોબાઇલ ફોન પણ ભૂલી જાય છે. પણ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ માતા-પિતા કેબમાં પોતાનું બાળક ભૂલી ગયા હોય? બેંગલુરુમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિવાર કેબમાં પોતાના 4 વર્ષના બાળકને ઊંઘતો ભૂલીને ઘરે જતાં રહ્યા. આ ઘટના બાદ, લોકો ઇન્ટરનેટ પર માતાપિતાની ભારે ટીકા કરી રહ્યા છે.
ADVERTISEMENT
Shocking 😯 https://t.co/ZTTmWOzvhH
— Vadapav Lover (@VoilentSaint009) February 16, 2026
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, આ ઘટના 14 ફેબ્રુઆરીના રાતે લગભગ 8:26 વાગ્યાની છે, જે બેંગલુરુના હેન્નુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની. 4 વર્ષનો માસૂમ તેની માતા અને પરિવાર સાથે બહાર ગયો હતો. પાછા ફરતી વખતે બાળક કેબની પાછળની સીટ પર ઊંઘી ગયો. જ્યારે પરિવાર હેન્નુરના પોનપ્પા લેઆઉટમાં તેમના ઘરે પહોંચ્યો, ત્યારે બધા કેબમાંથી બહાર નીકળી ગયા, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું કે બાળક હજુ પણ અંદર જ ઊભી રહ્યો છે. અને કેબ ડ્રાઈવર બાળકને ઊંઘતો જ લઈને જતો રહ્યો.
How can parents be so irresponsible? Not done. Busy on mobile, perhaps ? https://t.co/YQwqdRFuYr
— BR (@r_barath) February 16, 2026
ADVERTISEMENT
જ્યારે માતાપિતાને ખબર પડી કે તેમનો દીકરો ગુમ છે, ત્યારે તેમના ધબકારા વધી ગયા. ગભરાટમાં તેમણે તાત્કાલિક રાત્રે 8:26 વાગ્યે નમ્મા 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર કોલ કર્યો. માહિતી મળતાં, બેંગલુરુ શહેર પોલીસ અધિકારીઓ ફક્ત બે મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસ ટીમે તાત્કાલિક વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને તેનું લાઇવ લોકેશન ટ્રેક કરી લીધું.
ADVERTISEMENT
What, Parents forgot to pick up kid from car
— *ಆರ್ ಸಿ ಬೆಂಗಳೂರು | RC Bengaluru* (@RCBengaluru) February 16, 2026
🤦♂️
Had heard about forgetting luggage, but this is peak
Good that child is safe & back with parents 🙏@BlrCityPolice @BCP_Namma_112 to the rescue @ChristinMP_ https://t.co/yDLNBgL93x
ADVERTISEMENT
લોકેશન મળ્યા પછી, પોલીસે સીધો કેબ ડ્રાઇવરને કોલ કર્યો અને તેને બાળક સાથે પરિવારના એપાર્ટમેન્ટમાં પાછા ફરવાની સૂચના આપી. ડ્રાઇવરે પુષ્ટિ કરી કે બાળક હજુ પણ કારમાં જ છે. ફરિયાદ નોંધાવ્યાના એક કલાકમાં જ બાળક સુરક્ષિત રીતે તેના માતાપિતા સુધી પહોંચી ગયું, અને તેને કોઈ ઇજા થઈ ન હતી.

ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાં જ, લોકોએ બેંગલુરુ પોલીસની તેમની તત્પરતા માટે પ્રશંસા કરી, પરંતુ માતાપિતાની ભરીભરીને ટીકા કરી. લોકો એ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે કે કોઈ આટલું બેદરકાર કેવી રીતે હોઈ શકે. માતાપિતાને બાળક સોંપ્યા પછી, પોલીસે પણ માતાપિતાનું કાઉન્સેલિંગ કર્યું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય એ માટે સતર્ક રહેવાની સલાહ આપી.
આ પણ વાંચો: પાલમપુરમાં શુટિંગ કરી રહી છે કથાવાચક જયા કિશોરી, અનારકલી ડ્રેસમાં લાગી બેહદ ખુબસૂરત
ઉતાવળ કે થાકને કારણે ભૂલો થઈ શકે છે, પરંતુ જ્યારે નાના બાળકોની વાત હોય ત્યારે કેબ કે બસમાંથી ઉતરતા પહેલા હંમેશા સીટ અને દરવાજા બે વાર ચેક કરવા જોઈએ. આ નાની ભૂલને કારણે કોઈ મોટી દુર્ઘટના બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.