બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:44 PM, 13 February 2026
દેશની રાજધાની દિલ્હીમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. દિલ્હી સરકારે જાહેર વિતરણ પ્રણાલીમાં આ ફેરફાર કર્યો છે. આ માટે દિલ્હી સરકારે ફૂડ સિક્યોરિટી રૂલ્સ, 2026 નું નોટિફિકેશન જારી કર્યું છે. આ અંતર્ગત નવા રેશન કાર્ડ માટે પરિવારની વાર્ષિક આવક હવે 1 લાખથી વધારીને 1.2 લાખ કરી દીધી છે. હવે જે લોકોને નવું રેશન કાર્ડ જોઈએ, તેમને પોતાના પરિવારની આવકનું સર્ટિફિકેટ આપવું પડશે. આ સર્ટિફિકેટ દિલ્હી સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલું હોવું જોઈએ.
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, નવા રેશન કાર્ડ માટે ઓનલાઇન જ એપ્લાય કરવાનું રહેશે. એટલે કે કશે જવાની જરૂર નહીં રહે. મોબાઇલ કે લેપટોપથી નવા રેશન કાર્ડ માટે એપ્લાય કરી શકાય છે. આ અરજીનું કડક વેરિફિકેશન થશે. સાથે જ ફરિયાદોને સમયસર ઉકેલવા માટે પણ એક સિસ્ટમ બનાવવામાં આવી છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત જારી કરાયેલ નિયમોનો હેતુ વધુમાં વધુ ફાયદો પહોંચાડવાનો છે. આમાં ખામીઓને દૂર કરવાની સાથે જ સબસિડીવાળી જરૂરી ખાવા-પીવાની વસ્તુઓની આપૂર્તિમાં જવાબદારીને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
નવા નિયમો હેઠળ, પરિવારોને સબસિડીવાળું રાશન પૂરું પાડવા માટે કેટલીક શરતો લાદવામાં આવી છે. આ લોકોને રેશન મળશે નહીં -
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘરની સૌથી મોટી મહિલાને જ ઘરનું મુખિયા માનવામાં આવશે. જો ઘરની સૌથી મોટી સ્ત્રી 18 વર્ષથી ઓછી ઉંમરની હોય, તો તે પુખ્ત વયની થાય ત્યાં સુધી પુરુષ સભ્યને ઘરના મુખિયા માનવામાં આવશે. એટલે કે જ્યારે છોકરી 18 વર્ષની થઈ જશે તો તે આપમેળે જ ઘરની મુખિયા માનવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો: બદલાઇ ગયું PMOનું એડ્રેસ, હવેથી ઓળખાશે 'સેવાતીર્થ', વડાપ્રધાને કર્યું ઉદ્ઘાટન
અરજીઓના વેરિફિકેશન માટે દરેક જિલ્લામાં એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિની અધ્યક્ષતા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિકૃત અધિકારી કરશે. આ પેનલમાં બે ધારાસભ્યો, એક સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને સહાયક કમિશનર (ખાદ્ય અને પુરવઠા) પણ સામેલ હશે. સહાયક કમિશનર સમિતિના સભ્ય સચિવ હશે.
રેશન કાર્ડનું વિતરણ સમગ્ર દિલ્હીમાં કરવામાં આવશે. આ સિસ્ટમ જિલ્લા સ્તરે મતદારોની સંખ્યા પર આધારિત હશે. મંજૂર ખાલી જગ્યાઓ ઉપરાંત 20% વેઇટિંગ લિસ્ટ હશે. ફરિયાદો માટે બે-સ્તરીય ફરિયાદ પ્રણાલી હશે. અર્જન્ટ ફરિયાદોનો ઉકેલ 24 કલાકમાં આવશે. અન્ય ફરિયાદોનો ઉકેલ 15 દિવસની અંદર લાવવો આવશ્યક છે. જો ફરિયાદનો ઉકેલ ન આવે, તો સંબંધિત જિલ્લા-સ્તરીય અધિકારી, સામાન્ય રીતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તેને સંભાળશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.