બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બદલાઇ ગયું PMOનું એડ્રેસ, હવેથી ઓળખાશે 'સેવાતીર્થ', વડાપ્રધાને કર્યું ઉદ્ઘાટન

નવું સરનામું / બદલાઇ ગયું PMOનું એડ્રેસ, હવેથી ઓળખાશે 'સેવાતીર્થ', વડાપ્રધાને કર્યું ઉદ્ઘાટન

Published By: Priyankka Triveddi

Last Updated: 02:32 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PMO Seva Teerth: PM નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારના રોજ સેવા તીર્થ બિલ્ડિંગ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે અને એ સાથે જ 78 વર્ષ પછી હવે અધિકારીત રીતે PMOનું સરનામું બદલાઈ ગયું છે.

PMO Seva Teerth: પીએમ નરેન્દ્ર મોદીઆ આજે શુક્રવારના રોજ સેવા તીર્થ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આજથી પીએમ નરેન્દ્ર મોદીની ઓફિસ 'સેવા તીર્થ' માં શિફ્ટ થઈ ગઈ છે. હવે અંહિયા તેઓ તેમનું નવું કાર્યાલય સંચાલિત કરશે. આ પગલાંથી દેશનું પાવર સેન્ટરબદલાઈ જશે. અને નવા પ્રધાનમંત્રી કાર્યાલયની શરૂઆત થશે. આજે બપોરે 1:30 વાગ્યે પીએમ મોદીએ સેવા તીર્થ બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નામનું અનાવરણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ 'સેવા તીર્થ' ભવન પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિસરમાં હવે પ્રધાનમંત્રી કાર્યાલય PMO, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય NSCS અને કેબિનેટ સચિવાલય શિફ્ટ થઈ ગયા છે. વર્ષ 2014થી મોદી સરકારે સતત પગલાં ઉઠાવ્યા છે જેથી ભારત તેના વસાહતી ભૂતકાળના પ્રતીકોથી દૂર થઈને આધુનિક, ભારતીય નાગરિકોની જનભાવનાના અનુસાર શાસન વ્યવસ્થાને આગળ કરી શકે.

સરકારે સાઉથ બ્લોકને સેવ તીર્થ, સેન્ટ્રલ સચિવાયલને કર્તવ્ય ભવન, રાજપથને કર્તવ્ય પથ, રેસ કોર્સ રોડને લોક કલ્યાણ માર્ગ અને રાજ ભવન કે રાજ નિવાસને લોક ભવન ને લોક નિવાસમાં ફેરવી દીધા છે. આ ફેરફાર માત્ર પ્રતીકાત્મક નથી પણ પ્રશાસનિક કાર્યો અને સાર્વજનિક વિચારમાં નવા નજરીયાને પણ સામે રાખે છે.

આઝાદી પછી અત્યાર સુધી રાયસીના હિલ સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ઘણી યાદો જોડાયેલી છે. આઝાદી પછી આવેલી દરેક કસોટીઓથી લઈને સતત વિકાસ પામતા ભારત ની તે સાક્ષી રહયું છે. આ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમ મોદી છેલ્લી કેબિનેટ બેઠક કરશે. જે પછી તેઓ સેવ તીર્થ ભવનમાં શિફ્ટ થશે. આજે 13 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ બપોરે 1:30 વાગ્યા આસપાસ પીએમ સેવા તીર્થનું ઉદઘતાં કરશે. જે પછી વડાપ્રધાન ઔપચારિક રીતે સેવા તીર્થ, કર્તવ્ય ભવન-1 અને 2 નું પણ ઉદઘતાં કરશે. સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ સેવ તીર્થમાં આયોજન કરવામાં આવેલા એક સાર્વજનિક કાર્યક્રમને પણ સંબોધન કરશે.

સેવાતીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય હશે. જે પહેલા અલગ અલગ જગ્યાએ હતા. 1900ના શરૂઆતના દશકમાં બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકરે બ્રિટિશ શાસનની જરૂરિયાત મુજબ તેને ડિઝાઇન કર્યું હતું.

આ પણ વાંચો: બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ ઝીરો ટકા ટેરિફ થઇ શકે! જો માનવામાં આવે USની આ શરત

vtv app promotion

સરકારની યોજકના છે કે નોર્થ સાઉથ બ્લોકની ઐતિહાસિક ઇમારતને યુગે યુગેન ભારત નેશનલ મ્યુઝિયમમાં બદલી દેવામાં આવે. અને વિશ્વ સ્તરના મ્યુઝિયમના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જ્યાં ભારતની સભ્યતાને બતાવાશે. જેમાં લગભગ 25 થી 30 હજાર કલાકૃતિઓને પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ દુનિયાના સૌથી મોટા મ્યુઝિયમ માંથી એક હોવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prime Minister Office PMO Seva Teerth નવું પ્રધાનમંત્રી કાર્યાલય

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ