ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ ઝીરો ટકા ટેરિફ થઇ શકે! જો માનવામાં આવે USની આ શરત

નિવેદન / બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ ઝીરો ટકા ટેરિફ થઇ શકે! જો માનવામાં આવે USની આ શરત

Published By: Priyankka Triveddi

Last Updated: 01:27 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US India Trade Deal: ભારતને પણ બાંગ્લાદેશની જેમ US તરફથી 0 ટેરિફનો લાભ મળી શકે છે બસ ભારતે અમેરિકાની આ એક શરત પૂરી કરવાની રહેશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આ વિશે માહિતી આપી છે.

ADVERTISEMENT

US India Trade Deal: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ કરાર વિશે અમેરિકા-બાંગ્લાદેશની સમજૂતીમાં જે વા લખી છે તે આપણા કરારમાં પણ હશે. આ વિશે ગોયલે જણાવ્યું કે અમેરિકા સાથે ભારતના થયેલા કરાર મુજબ અમેરિકાના દોરા અને કપાસથી બનેલા કપડાં પર જે જ ટેરિફમાં છૂટ મળશે જે બાંગ્લાદેશને મળી રહ્યો છે. અમેરિકા બાંગ્લાદેશની વસ્તુઓ પરથી ટેક્સ માત્ર 19% લેશે પણ જે કપડાં અમેરિકાના કપાસ અને કૃત્રિમ રેશા માંથી બનશે તેના પર 0% ટેરિફ લાગશે.

વર્તમાન સમયમાં બાંગ્લાદેશના પરિધાન પર 31% વધારે શુલ્ક લાગે છે. ( 12% Most Favoured Nation tariff and 19% retaliatory tariff) પરંતુ જો તેમાં અમેરિકાના રેસાનો ઉપયોગ કરવામાં આવે તો આ શુલ્ક ઘટીને 12% થઈ જશે.

ભારતને મળશે લાભ

ગોયલે કહ્યું કે " બાંગ્લાદેશને જે લાભ મળે છે તે જ લાભ ભારતને છેલ્લી સમજૂતીમાં મળવાનો છે." તેમણે જણાવ્યું કે જો કોઈ ભારતીય કંપની અમેરિકાથી દોરા અને કપાસ ખરીદીને તેમાંથી કપડાં બનાવે છે અને અમેરિકામાં નિકાસ કરે છે તો તે વસતો પર બાંગ્લાદેશી કંપનીઓની જેમ ભારતને પણ અમેરિકામાં ફ્રી 0 ટેક્સ સાથે એન્ટ્રી મળશે.

બાંગ્લાદેશ વાળો લાભ

ગોયલે કહ્યું કે આ વાત અમેરિકા અને બાંગ્લાદેશના કરારમાં લખવામાં આવી છે અને આ આપણી સમજૂતીમાં પણ હશે. તેમણે કહ્યું કે આની કોઈ અસર ભારતના કપાસના ખેડૂતો પર નહીં પડે. ગોયલે જણાવ્યું કે અમેરિકામાં કપાસનું ઉતપાન સીમિત છે અને તેની નિકાસ માત્ર 50 લાખ અમેરિકન ડોલર છે જ્યારે ભારતનું લક્ષ્ય 50 આરબ અમેરિકાન ડોલર છે. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પહેલા ચરણ માટે એકરૂપ રેખા તૈયાર કરી છે જે આગામી માર્ચથી લાગુ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: 78 વર્ષ પછી PMOનું નવું સરનામું, કર્તવ્ય ભવન-1 અને 2 રાષ્ટ્રને સમર્પિત, PM કરશે આજે ઉદ્ઘાટન

Vtv App Promotion 2

વિપક્ષે લગાવ્યા આરોપ

વિપક્ષના નેતા રાઉલ ગાંધીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે ભારત-અમેરિકા વચ્ચેનો વચગાળાની સમજૂતી સંપૂર્ણ રીતે આત્મસમર્પણ છે. જેમાં ભારતની ઉર્જા સુરક્ષા અમેરિકાને સોંપી દેવામાં આવે છે અને ખેડૂતીના હિત સાથે સમજૂતી કરવામાં આવી છે. આ વચ્ચે ગોયલે જણાવ્યું કલે ભારતના અન્ય દેશો સાથેના ફ્રી ટ્રેડ સમજૂતીથી ઘરેલુ ચિકિત્સા ઉપકરણ ઉદ્યોગને આ ટેરિફ પર વ્યાપક બજાર પહોંચ મળશે. વધુમાં પિયુષ ગોયલે કહ્યું કે " અમે 9 FTA માધ્યમથી વિકસિત બજારો માટે દ્વાર ખોલી રહ્યા છીએ જેમાં 38 એવા દેશોનો સમાવેશ થાય છે જેમાં આબાદી સમૃદ્ધ છે અને દરેક વ્યક્તિની ઇન્કમ પણ વધારે છે. " ગોયલે કહ્યું કે National Industrial Corridor Development Corporation દેશમાં ચિકિત્સા ડિવાઇસ યુનિટ માંએટ 50-100 એકર જમીન આરક્ષિત કરવા માટે વિચાર કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Piyush Goyal US India Trade Deal Free Trade Deal

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ