બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 78 વર્ષ પછી PMOનું નવું સરનામું, કર્તવ્ય ભવન-1 અને 2 રાષ્ટ્રને સમર્પિત, PM કરશે આજે ઉદ્ઘાટન
Last Updated: 09:05 AM, 13 February 2026
PMO Office Seva Teerth: પ્રધાનમંત્રી કાર્યાલય PMO આજે 'સેવા તીર્થ' માં ટ્રાન્સફર થશે અને પીએમ નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેનું ઉદ્ઘાટન કરશે. ઐતિહાસિક નોર્થ-સાઉથ બ્લોકને 'યુગે-યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય' (National Museum) માં બદલવામાં આવશે. જેમાં લગભગ 25-30 હજાર કલાકૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવશે.
ADVERTISEMENT
આઝાદી પછી અત્યાર સુધી રાયસીના હિલ સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ઘણી યાદો જોડાયેલી છે. આઝાદી પછી આવેલી દરેક કસોટીઓથી લઈને સતત વિકાસ પામતા ભારત ની તે સાક્ષી રહયું છે. આ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમ મોદી છેલ્લી કેબિનેટ બેઠક કરશે. જે પછી તેઓ સેવ તીર્થ ભવનમાં શિફ્ટ થશે. આજે 13 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ બપોરે 1:30 વાગ્યા આસપાસ પીએમ સેવા તીર્થનું ઉદઘતાં કરશે. જે પછી વડાપ્રધાન ઔપચારિક રીતે સેવા તીર્થ, કર્તવ્ય ભવન-1 અને 2 નું પણ ઉદઘતાં કરશે. સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ સેવ તીર્થમાં આયોજન કરવામાં આવેલા એક સાર્વજનિક કાર્યક્રમને પણ સંબોધન કરશે.
🔸પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને કર્તવ્ય ભવન-2નું કરશે ઉદઘાટન
— DD News Gujarati (@DDNewsGujarati) February 13, 2026
🔸આ ઉદઘાટનથી દેશની વહીવટી સંચાલનમાં મહત્વપૂર્ણ ફેરફાર આવશે
🔸સેવા તીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને મંત્રીમંડળ સચિવાલય છે#SevaTeerth… pic.twitter.com/8baCH1bC2B
ADVERTISEMENT
સેવાતીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય હશે. જે પહેલા અલગ અલગ જગ્યાએ હતા. 1900ના શરૂઆતના દશકમાં બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકરે બ્રિટિશ શાસનની જરૂરિયાત મુજબ તેને ડિઝાઇન કર્યું હતું.
ADVERTISEMENT
સરકારની યોજકના છે કે નોર્થ સાઉથ બ્લોકની ઐતિહાસિક ઇમારતને યુગે યુગેન ભારત નેશનલ મ્યુઝિયમમાં બદલી દેવામાં આવે. અને વિશ્વ સ્તરના મ્યુઝિયમના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જ્યાં ભારતની સભ્યતાને બતાવાશે. જેમાં લગભગ 25 થી 30 હજાર કલાકૃતિઓને પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ દુનિયાના સૌથી મોટા મ્યુઝિયમ માંથી એક હોવાની સંભાવના છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે 13 ફેબ્રુઆરી પછી આઝાદ ભારતનો ઇતિહાસ એક નવો વળાંક લેશે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ બ્રિટિશ સમયના સૌથી બ્લોકથી તેના નવા સરનામે સેવા તીર્થ પર જઈ રહી છે. 13 ફેબ્રુઆરી 1931ના અંગ્રેજોએ દિલ્હીને કોલોનીયલ ભારતની રાજધાની તરીકે જાહેર કર્યું હતું. તે કોલોનીયલ જાહેરાતથી લઈને આ મહત્વના બદલાવ સુધી ની આ સફર પીએમ મોદીના કોલોનીયલ વારસાને છોડીને એક સાચો આત્મનિર્ભર, આત્મવિશ્વાસથી ભરેલા નવા ભારતના નિર્માણના ઈરાદાને બતાવે છે.
Tomorrow, 13 Feb 2026, the history of independent India takes a new turn.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) February 12, 2026
The iconic PMO “Prime Minister’s Office” moves from the British era South Block to its new address, #SevaTeerth”.
Incidentally, on this very day in 1931, that is 13 February 1931, the British had declared… pic.twitter.com/vPU75mxY7V
ADVERTISEMENT
સેવા તીર્થની વાત કરીએ તો આનું ઉદ્ઘાટન પ્રશાસનિક વ્યવસ્થામાં મોટા ફેરફારનું પ્રતિક છે. આ આધુનિક, કુશળ, સુલભ અને નાગરિક-કેન્દ્રિત ગુડ ગર્વનન્સ સિસ્ટમના નિર્માણ માંએટ પીએમ મોદીની પ્રતિબદ્ધતાને બતાવે છે. નવું ભવન પરિસર આધુનિક અને ભવિષ્ય માંએટ તૈયાર થઈ રહેલી સુવિધાઓની અંદર વહીવટી કાર્યોને એક કરે છે.
ADVERTISEMENT

બંને ભવન પરિસરોમાં ડિજિટલ રૂપથી ઇન્ટિગ્રેટેડ ઓફિસ, વ્યવસ્થિત સાર્વજનિક સંપર્ક ક્ષેત્ર અને કેન્દ્રીય સ્વાગત સુવિધાઓ છે. આ સુવિધાઓ સહયોગ, દક્ષતા, સૂચરું સંચાલન, નાગરિકોની બહેતર ભાગીદારી અને કર્મચારીઓ માટે લાભકારી હશે. આ પરિસરોમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ છે. જેમ કે સ્માર્ટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ , મોનિટરિંગ નેટવર્ક અને એડવાંન્સ ઇમરજન્સી રિસ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અધિકારીઓ અને વિઝિટર્સ માટે સુરક્ષિત અને સુલભ માહોલ સુનિશ્ચિત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.