ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લોન લેનારા લોકોને રાહત! RBIએ જાહેર કર્યા નવા નિયમો, ગુંડાગીરી કરનાર એજન્ટોની 'વાટ લાગવાની'

નેશનલ / લોન લેનારા લોકોને રાહત! RBIએ જાહેર કર્યા નવા નિયમો, ગુંડાગીરી કરનાર એજન્ટોની 'વાટ લાગવાની'

Published By: Nirav Kumar

Last Updated: 02:50 AM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોન રિકવરી પ્રોસેસને લઈને નવા નિયમ આવ્યા છે. જેમાં હવે બેંક અને રિકવરી એજન્ટે હ્યુમન એપ્રોચ અપનાવવો પડશે.

ADVERTISEMENT

RBIએ લોન રિકવરી પ્રોસેસને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ઘણા સમયથી રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા ખરાબ વ્યવહાર અને હેરાનગતીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જેથી હવેથી બૅંકો, ગ્રામીણ બૅંકો, NBFC, અને સહકારી બૅંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે હ્યુમન એપ્રોચ અપનાવવો પડશે.

જેમાં RBI એ જણાવ્યું છે કે, બૅંકોએ રિકવરી એજન્ટોની નિમણૂક માટે સ્પષ્ટ નીતિ બનાવવી પડશે. આ નીતિમાં એજન્ટોની યોગ્યતા, તેમની ઓળખની તપાસ અને આચારસંહિતાનો સમાવેશ કરવો પડશે. જેમાં  ગ્રાહકો પર કોઈપણ પ્રકારનું દબાણ લાવવા  નહીં કહેવાયું છે. ખાસ કરીને જ્યારે ગ્રાહક કોઈ ફરિયાદ નોંધાવે ત્યારે જ્યાં સુધી તેનું નિવારણ ન આવે ત્યાં સુધી બૅંકે રિકવરીની પ્રોસેસ રોકવી પડશે. જો ગ્રાહકની ફરિયાદ ખોટી હશે તો પ્રોસેસ ચાલુ રખાશે. આ સિવાય  બૅંકોએ પોતાની વેબસાઇટ અને બ્રાંચ પર એજન્ટોની અપડેટેડ લીસ્ટ પણ પબ્લિક કરવી પડશે.

  • એજન્ટોની યોગ્યતા અને નિમણૂક

રિકવરી એજન્ટ પાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બૅંકિંગ ઍન્ડ ફાયનાન્સનું સર્ટી હોવું ફરજિયાત. આ નિમણૂક પહેલા એજન્ટની ઓળખની તપાસ કરવી અને તેની પાસેથી નીતિઓના પાલન માટે લેખિત સંમતિ લેવી. એજન્ટ નિયમ તોડે તો બેન્કે તેનો કોન્ટ્રાક્ટ રદ કરી દંડાત્મક કાર્યવાહી કરવી.

vtv app promotion
  • એજન્ટે કસ્ટમર સાથે ક્યારે સંપર્ક કરવો?

એજન્ટો કસ્ટમરનો સંપર્ક માત્ર સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી જ કરી શકશે.
જો ગ્રાહક કોઈ સમયે કોલ ન કરવા રીક્વેસ્ટ કરે તો તેનું સન્માન કરવું .પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય, લગ્ન કે તહેવાર જેવા પ્રસંગોએ ગ્રાહકની મુલાકાત લેવા કે કોલ ન કરવો. કસ્ટમર સાથે થતી તમામ વાતચીતનું રૅકોર્ડિંગ કરવું ફરજીયાત છે અને ગ્રાહકને તેની જાણ કરવી.

  • એજન્ટો કસ્ટમર પર નહીં કરી શકે દબાણ

એજન્ટો દ્વારા કસ્ટમર સાથે ગાળાગાળી ધમકી કે શારીરિક હિંસા પર પ્રતિબંધ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને કે કસ્ટમરના પરિવાર અને મિત્રોને પરેશાન કરવું નહીં. રિકવરી માટે કસ્ટમરની બે વખતની પસંદગીની જગ્યાએ જવું પડશે. જો તે ન આવે તો ઘર કે કાર્યસ્થળ પર જઈ શકાશે.

વધુ વાંચો : નિપાહ વાયરસથી ભારતમાં પહેલું મોત, ટેસ્ટ નેગેટિવ હોવા છતાં નર્સનો જીવ ચાલ્યો ગયો

ઉલ્લેખનીય છે કે, કસ્ટમરની માત્ર અમુક જ ડીટેલ એજન્ટ સાથે શેર કરી શકાશે, તેની પ્રાઈવેસી જાળવવી બેંકની જવાબદારી રહેશે. જેમાં રિકવરી કેસ સોંપતા પહેલા બૅંકે ગ્રાહકને લેખિત નોટિસ, SMS કે ઈમેલથી એજન્ટની સંપૂર્ણ ડીટેલ આપવાની રહેશે.


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Recovery Agents Banks Loan Recovery

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ