ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:04 PM, 12 February 2026
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસથી સંક્રમિત દર્દીઓમાંથી એકનું મોત થયું છે. આ વર્ષે દેશમાં નિપાહ વાયરસથી આ પહેલું મૃત્યુ છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે મૃત્યુની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે 11 જાન્યુઆરી, 2026 ના રોજ પશ્ચિમ બંગાળમાં નોંધાયેલા નિપાહ ચેપના બે પોઝિટિવ કેસોમાંની એક નર્સ ગંભીર રીતે બીમાર હતી અને તેને સઘન સંભાળ હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં 25 વર્ષીય મહિલા નર્સનું બુધવારે સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સારવાર લેતી આ દર્દીનો રિપોર્ટ છેલ્લે નેગેટીવ આવ્યો હતો. તેમ છતાં તેનું અવસાન થયું છે.
ADVERTISEMENT

હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર તેની ICU માં નિષ્ણાત દેખરેખ હેઠળ હતી. આરોગ્ય વિભાગના જરૂરી પ્રોટોકોલ મુજબ દેખરેખ અને અન્ય સાવચેતીના પગલાં ચાલુ છે. બે ઈન્ફેક્ટેડ નર્સિંગ સ્ટાફ, એક પુરુષ અને એક સ્ત્રી ને ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસતની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુરુષ નર્સ સારવાર દરમિયાન સ્વસ્થ થઈ ગઈ હતી પરંતુ આ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, નિપાહ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાતો ઇન્ફેક્શન છે. પશ્ચિમ બંગાળમાં, ઘણા લોકો ખજૂરના ઝાડમાંથી કાઢેલો રસ પીવે છે. આ રસ ઘણીવાર ચામાચીડિયાના સંપર્કમાં આવે છે જ્યાંથી આ વાયરસ ફેલાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો