બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:02 PM, 12 February 2026
ADVERTISEMENT
દૂરદર્શનની ફેમસ ન્યૂઝ રીડર સરલા મહેશ્વરીનું અવસાન થયું છે. તેમના મૃત્યુને ટીવી પત્રકારત્વના સુવર્ણ યુગનો અંત કહેવામાં આવી રહ્યો છે. જેથી અખિલ ભારતીય મહિલા કોંગ્રેસે એક ટ્વિટમાં સરલાને યાદ કર્યા છે. તેઓએ લખ્યું, "સરલાની વિશ્વસનીયતા અને શાલીનતા આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. તેમના આત્માને શાંતિ મળે." સરલા મહેશ્વરીના પરિવારે પણ અંતિમ સંસ્કારની માહિતી પોસ્ટ કરી હતી જે 12 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે થશે.

ADVERTISEMENT
આ અંગે ફેમસ દૂરદર્શન એન્કર શમ્મી નારંગે પણ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું "મારા પૂર્વ કો-ન્યૂઝ એન્કર, સરલા મહેશ્વરીના નિધનના દુઃખદ સમાચાર શેર કરતા મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. તેઓ શાલીનતા અને નમ્રતાના મૂર્ત સ્વરૂપ હતા. તેઓ માત્ર દેખાવમાં જ સુંદર નહોતા પણ હૃદયથી પણ અતિ ઉદાર હતા. તેમની ભાષા પર અદ્ભુત કમાન્ડ હતી અને તેઓ જ્ઞાનનો ભંડાર હતા. દૂરદર્શન સ્ક્રીન પર તેમની હાજરી એક અનોખી આકર્ષણ ધરાવતી હતી. તેઓ દરેકનો આદર કરતી અને જે પણ વાતાવરણમાં હતી તેને જીવંત બનાવતી. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના આત્માને શાશ્વત શાંતિ આપે અને મહેશ્વરી પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ."
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.