ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Tech & Auto / ટેક અને ઓટો / પિતાએ બચાવેલા 13 લાખ રૂપિયા બાળક ફ્રી ફાયર ગેમમાં હારી ગયો!, મોબાઈલનું સેટિંગ બદલી નાખજો
Last Updated: 02:47 PM, 16 September 2025
ADVERTISEMENT
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં મોબાઇલ પર ગેમના ચક્કરમાં પડેલા વિદ્યાર્થીએ જીવ ગુમાવવો પડ્યો છે. મોબાઇલમાં ગેમ રમતા આ છોકરાએ 13 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. તમારુ બાળક પણ મોબાઇલમાં ગેમ રમી રહ્યુ છે તો સાવચેતી રાખવી જરૂરી છે. માતા-પિતાએ પોતાના મોબાઈલમાં આ સેટિંગ ચાલુ કરવું પડશે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં ફ્રી ફાયર મોબાઈલ ગેમના ચક્કરમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. વાસ્તવમાં વિદ્યાર્થી સ્માર્ટફોન પર ઓનલાઈન ગેમ રમવાની લતમાં પડ્યો હતો. તેણે તેના પિતાના બેંક ખાતામાંથી 13 લાખ રૂપિયા ગેમના ચક્કરમાં ગુમાવી દીધા હતા. પિતાએ પોતાની જમીન વેચીને આ રકમ બેંક ખાતામાં જમા કરાવી હતી. આજે અમે તમને કેટલીક એવી સલામતી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા બાળકો અને બેંક ખાતામાં રાખેલા પૈસા સુરક્ષિત રાખી શકો છો.

ADVERTISEMENT
લખનૌના ધોરણ 6 માં ભણતા એક વિદ્યાર્થીએ પહેલા તેના પિતાના બેંક ખાતામાંથી 13 લાખ રૂપિયા ગુમાવ્યા અને પછી આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીના પિતા પેઇન્ટરનું કામ કરે છે અને તેણે લગભગ બે વર્ષ પહેલા જમીન વેચીને બેંક ખાતામાં 13 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. બેંક ખાતાની પાસબુક અપડેટ કરાવવા સમયે રૂપિયા ગુમાવ્યાની જાણ થઇ હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોટી રકમ ઓનલાઈન ગેમ ફ્રી ફાયર દ્વારા ખર્ચવામાં આવી છે.
શું તમને પણ તમારા બાળકોની ચિંતા છે?
ADVERTISEMENT
ઘણા ઘરોમાં બાળકો તેમના માતાપિતાના સ્માર્ટફોન પર વિડિઓ જુએ છે અથવા મોબાઇલ ગેમ વગેરે રમે છે. આવા લોકોએ સાવચેતી તરીકે કેટલાક જરૂરી પગલાં લેવા જોઈએ.

ADVERTISEMENT
બેંક એકાઉન્ટ અને ફોનની સેટિંગ્સમાં આ ફેરફારો કરો
તમારે સ્માર્ટફોનની સેટિંગ્સથી લઈને બેંક એકાઉન્ટની ટ્રાન્ઝેક્શન સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરવા પડશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
ADVERTISEMENT
બેંક એકાઉન્ટની લિમિટ
માતાપિતા તેમના બાળકોને સ્માર્ટફોન આપે છે, તો સાવચેતી તરીકે તેમના બેંક એકાઉન્ટમાં કેટલાક ફેરફારો કરવા જોઈએ. આમાં બેંક એકાઉન્ટની મર્યાદા અને UPI મર્યાદા સેટ કરવી પડશે.
ADVERTISEMENT
મજબૂત પાસવર્ડ
મોબાઇલ પર બેંકિંગ એપ્લિકેશન્સ, UPI એપ્લિકેશન્સ માટે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો. આ માટે, તમે બાયોમેટ્રિક લોક અપનાવી શકો છો.

આ પણ વાંચો: રોજ 9 કલાકથી વધારે ઊંઘવું એટલે મોતને નોતરું!, સ્ટડીમાં સામે આવી આંખ ઉઘાડતી હકીકત
બેંક એકાઉન્ટ અથવા યુપીઆઇ લિમિટ સેટ કરો
સાવચેતી તરીકે બેંક એકાઉન્ટમાં ડેલી લિમિટ ટ્રાન્ઝેક્શન સેટ કરી શકાય છે. યુપીઆઇ લિમિટ પણ સેટ કરી શકાય છે. જો તમારું બાળક ભૂલથી પૈસા ટ્રાન્સફર કરે છે, તો પણ ઓછી મર્યાદાને કારણે ઓછી રકમ ટ્રાન્સફર થશે.
ઓટો સેવ પાસવર્ડ ડિસેબલ કરો
સ્માર્ટફોન વાપરનાર મોટે ભાગે બ્રાઉઝરમાં તેમનો બેંકિંગ પાસવર્ડ સેવ કરે છે. આવી સ્થિતિમાં પાસવર્ડ ઓટોસેવ બંધ કરવો જોઈએ. ઉપરાંત મોબાઇલ બેંકિંગ એપ પર મજબૂત પાસવર્ડ સેટ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT