બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:59 AM, 30 March 2026
Bomb Threat News: દેશના અનેક રાજ્યોમાં શાળાઓ, હાઈકોર્ટ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકીઓ આપનાર આરોપીની કર્ણાટકના મૈસુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને કર્ણાટક પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ 47 વર્ષીય શ્રીનિવાસ લુઇસ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ દેશભરમાં 1100થી વધુ ધમકીભર્યા ઇમેઇલ મોકલીને લોકોમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો.
ADVERTISEMENT
આરોપીને મૈસુરના વૃંદાવન લેઆઉટ વિસ્તારમાં આવેલ તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેના પાસેથી એક લેપટોપ અને અનેક સિમ કાર્ડ જપ્ત કર્યા છે. જેનો ઉપયોગ કરીને તે અલગ-અલગ સ્થળોથી ઇમેઇલ મોકલતો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે તે ટેક્નિકલ રીતો અપનાવતો હતો. આ કેસમાં ઘણા અઠવાડિયાં સુધી ટેકનિકલ તપાસ બાદ પોલીસને તેની ઓળખ મેળવવામાં સફળતા મળી હતી.

ADVERTISEMENT
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ દિલ્હી હાઈકોર્ટના એક જજને પણ ધમકીભર્યો ઇમેઇલ મોકલ્યો હતો. આ ઘટનાને પગલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીએ ધમકીભર્યા સંદેશા મોકલવાની કબૂલાત પણ કરી છે. હાલ તેને મૈસુર કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવી રહ્યો છે. જ્યાં વધુ પૂછપરછ હાથ ધરાશે.
આરોપી વિશે મળતી માહિતી મુજબ તે ગ્રેજ્યુએટ છે અને હાલમાં બેરોજગાર છે. તે પોતાની માતા સાથે રહે છે જે નિવૃત્ત સરકારી કર્મચારી છે. ઘરનું ગુજરાન તેમની પેન્શન પરથી ચાલે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી માનસિક તણાવમાં હોઈ શકે છે અને આ કારણોસર તેણે આ પ્રકારની હરકતો કરી હોવાનું માનવામાં આવે છે. તેમ છતાં પોલીસે તેના પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ખોટી ધમકીઓના કારણે દેશના અનેક સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવી પડી હતી. અનેક શાળાઓ અને કચેરીઓ ખાલી કરાવવામાં આવી હતી અને કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાએ સુરક્ષા એજન્સીઓ માટે પડકાર ઉભો કર્યો હતો. હાલમાં પોલીસે તમામ પ્રભાવિત સ્થળોની ઓળખ કરી રહી છે અને અન્ય રાજ્યોની એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ આગળ વધારી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.