બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:26 AM, 30 March 2026
બેંગલુરુથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ તેની માતા, બહેન અને ભત્રીજાનું ગળું કાપી નાખ્યું હતું અને પછી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દેવાથી પરેશાન થયેલા આ પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા તો બે હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. આ ઘટના પહેલા પરિવારે એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, તેઓ લેણદારોના દબાણને સહન કરી શકતા નથી જેથી તેઓ આ એક્સ્ટ્રીમ પગલું ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, આ ઘટના અનેકલ તાલુકાના અટ્ટીબેલે નજીક મલ્લેનહલ્લીમાં બની હતી. જેમાં મૃતકની ઓળખ આશા (55) અને તેની પુત્રી વર્ષિતા (32) તરીકે થઈ છે. આ બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તો મોહન એમઆર (26) અને તેનો 11 વર્ષનો ભત્રીજો મયંક ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા.

ADVERTISEMENT
જેથી તેમને અટ્ટીબેલેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હત., જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બંને જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. જેને પણ આ ઘટના વિશે સાંભળ્યું છે તેઓ આશ્ચર્યમાં પડી ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.