બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:29 PM, 10 February 2026
દેશમાં એક નવી કેબ સેવા, ભારત ટેક્સી શરૂ થઈ છે. દિલ્હી-એનસીઆરમાં સહકારી સંસ્થાઓના સહયોગથી શરૂ થયેલ આ ભારત ટેક્સી એપ સેવા પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. ખાનગી વાહનોની વધતી સંખ્યા સાથે, ટેક્સી સેવાઓમાં વધારો થવાને કારણે ટ્રાફિક પણ વધી રહ્યો છે. ત્યારે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે દિલ્હી-એનસીઆરમાં એર ટેક્સી શરૂ કરવાની યોજના છે, તેની બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરી લેવામાં આવી છે. આને લીધે જે મુસાફરી કરવામાં રોજ એકઠી દોઢ કલાક લાગી જાય છે, તે મુસાફરી માત્ર 7-10 મિનિટમાં જ થઈ શકશે.
ADVERTISEMENT
એર ટેક્સી શરૂ થયા પછી દિલ્હીમાં દરરોજ થતાં ટ્રાફિક જયાંથી લોકોને ભારે રાહત મળશે. જે ગુરુગ્રામથી કનૉટ પ્લેસ પહોંચવામાં આજે એકથી દોઢ કલાક લાગી જાય છે, એ જ મુસાફરી 7 થી 10 મિનિટમાં થઈ શકશે. ચાલો જાણીએ એર ટેક્સી વિશે વિગતવાર, કયા રૂટના લોકોને સૌથી પહેલા મળશે એર ટેક્સીની સુવિધા અને શું છે આની પ્લાનિંગ.
હવે એ દિવસ દૂર નથી કે જ્યારે દિલ્હીથી ગુરુગ્રામ જવા માટે રોડને બદલે આકાશનો રસ્તો લેવામાં આવશે. ટ્રાફિકમાં ફસાયેલા રહેવાને બદલે લોકો સીધા હવામાં ઊડતી ટેક્સીથી મુસાફરી કરશે. જણાવી દઈએ કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના એક નવા અહેવાલમાં દિલ્હી-NCRમાં એર ટેક્સી સેવા શરૂ કરવાનો પ્લાન સામે આવ્યો છે. આ પ્લાન અંતર્ગત દિલ્હી, ગુરુગ્રામ અને જેવર એરપોર્ટને હવાઈ માર્ગે જોડવામાં આવશે. આનો અર્થ એ થયો કે ગુરુગ્રામથી કનૉટ પ્લેસ સુધીની દોઢ કલાકની મુસાફરી ફક્ત 7 થી 10 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યોજના પ્રમાણે, આ એર ટેક્સી નાની ઇલેક્ટ્રિક ઊડી શકે તેવી ગાડીઓ હશે કે જે હેલિકોપ્ટરની જેમ સીધી ઉપર ઉઠશે અને સીધી નિશ્ચિત જગ્યા પર ઉતરી જશે. CIIના રિપોર્ટ પ્રમાણે પહેલા આને ટ્રાયલ તરીકે ચલાવવામાં આવશે, જો બધું બરાબર રહ્યું તો ધીમે-ધીમે સામાન્ય લોકો માટે આને શરૂ કરી શકાય છે. આનાથી ફાયદો એ થશે કે ટ્રાફિકથી છુટકારો મળશે, સમય બચશે અને ઇલેક્ટ્રિક ટેકનોલોજી હોવાને કારણે પ્રદૂષણ પણ ઓછું થશે.
આ પણ વાંચો: વિપક્ષ લાવ્યો ઓમ બિરલાને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો આવું પહેલા ક્યારે થયું છે?
ADVERTISEMENT
જો કે દિલ્હી એનસીઆરમાં એર ટેક્સીનો રસ્તો એટલો સરળ નથી. દિલ્હીનું આકાશ પહેલાથી જ વિમાનોથી ભરાયેલું રહે છે. એવામાં એર ટેક્સી ઉડાડવા માટે નવા નિયમ, સખત સુરક્ષા વ્યવસ્થા અને ખાસ લેન્ડિંગ જગ્યાઓ બનાવવી પડશે. સરકાર અને એવિએશન એજન્સીઓની મંજૂરી વિના આ સપનું હકીકત નહીં બને. રિપોર્ટ પ્રમાણે, 2026 થી 2028 વચ્ચે આનું ટ્રાયલ શરૂ થઈ શકે છે. જો બધુ યોજના પ્રમાણે ચાલ્યું તો આવનારા વર્ષોમાં દિલ્હીથી ગુરુગ્રામ જવાનું એવું થઈ જશે કે જેમ આજે મેટ્રોથી. બસ ફરક એટલો જ હશે કે મેટ્રો જમીન પર ચાલે છે અને આ ટેક્સી હવામાં ઊડતી દેખાશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.