બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિપક્ષ લાવ્યો ઓમ બિરલાને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો આવું પહેલા ક્યારે થયું છે?

બજેટ સત્ર / વિપક્ષ લાવ્યો ઓમ બિરલાને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો આવું પહેલા ક્યારે થયું છે?

Published By: Vidhata Gothi

Last Updated: 04:51 PM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

No Confidence Motion: સંસદમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે, કોંગ્રેસ સહિત વિપક્ષી દળો લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. લોકસભામાં આ પહેલા પણ ત્રણ વખત સ્પીકરને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈની પણ ખુરશી ન ગઈ.

સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ગતિરોધ ચાલુ છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે અને તેમને ખુરશી પરથી હટાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. લોકસભા સ્પીકર સામે કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવની (No Confidence Motion) નોટિસ લોકસભા મહાસચિવને આપી છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપ્યા પછી લોકસભા સ્પીકર ઓમ બિરલા હવે લોકસભાની કાર્યવાહીનું સંચાલન નહીં કરી શકે. લોકસભામાં પહેલીવાર નથી કે જ્યારે વિપક્ષ કોઈ સ્પીકરને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી હોય.

આઝાદી પછી આ ચોથી વાર છે કે જ્યારે કોઈ લોકસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપવામાં આવી છે. આ પહેલા લોકસભાના ત્રણ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી હતી, પણ હજુ સુધી કોઈ લોકસભા સ્પીકરને આ પ્રક્રિયા અંતર્ગત પદ પરથી હટાવી શકાયા નથી.

પહેલીવાર ક્યારે આવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ

ભારતની સંસદના ઇતિહાસ પર નજર કરીએ તો લોકસભામાં સ્પીકર સામે અત્યાર સુધીમાં કુલ ચાર વાર અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) લાવવામાં આવી ચૂક્યો છે. પહેલો મામલો 15 ડિસેમ્બર 1954નો છે, જ્યારે દેશના પહેલા લોકસભા સ્પીકર જીવી માવલનકાર વિરુદ્ધ સમાજવાદી પાર્ટીના નેતા વિગનેશ્વર મિશ્રાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે લોકસભા દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો, જેના લીધે જીવી માવલનકાર તેમના પદ પર જ રહ્યા હતા.

1966 અને 1987માં લાવવામાં આવ્યો પ્રસ્તાવ

સંસદમાં બીજી વાર લોકસભા સ્પીકરને હટાવવા માટે 60ના દાયકામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. 24 નવેમ્બર 1966એ તત્કાલીન સ્પીકર સરદાર હુકુમ સિંહ સામે સમાજવાદી નેતા મધુ લિમયે દ્વારા લાવવામાં આવ્યો હતો. હુકુમ સિંહને સ્પીકરના પદ પરથી હટાવી શકાયા ન હતા.

vtv app promotion

લોકસભા સ્પીકરને હટાવવા માટે ત્રીજી વાર અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) 15 એપ્રિલ 1987ના રોજ તત્કાલીન લોકસભા અધ્યક્ષ બલરામ જાખડ સામે લાવવામાં આવ્યો હતો, જેને સીપીએમના સાંસદ સોમનાથ ચેટરજીએ રજૂ કર્યો હતો, પરંતુ એ વખતે પણ વિપક્ષ નિષ્ફળ ગયું હતું. હવે ચોથી વાર ઓમ બિરલા સામે કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી છે, જેની નોટિસ લોકસભા મહાસચિવને સોંપી દેવામાં આવી છે. હવે 14 દિવસ પછી તેનું પરીક્ષણ થશે.

સ્પીકરને કેવી રીતે હટાવી શકાય?

સંસદમાં લોકસભા સ્પીકરનું પદ નિષ્પક્ષતા, સંવૈધાનિક મર્યાદા અને લોકતાંત્રિક સંતુલનનું પ્રતિક માનવામાં આવે છે, પરંતુ જ્યારે સ્પીકરની ભૂમિકા પર સવાલ ઉઠે છે તો તેમની સામે કાર્યવાહીની એક નિશ્ચિત સંવૈધાનિક પ્રક્રિયા પણ છે. સંવિધાન પ્રમાણે, જો સંસદના કોઈ પણ સદનમાં સભાપતિ કે પછી ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) આવે છે અને સ્વીકાર કરી લેવામાં આવે છે તો પછી તેઓ સદનની અધ્યક્ષતા નથી કરી શકતા.

આ પણ વાંચો: 'અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ...', અખિલેશ યાદવે ટ્રેડ ડીલ મામલે સરકારની કરી ઘેરાબંધી

સ્પીકરને હટાવવાની પ્રક્રિયા સંવિધાનના અનુચ્છેદ 94(e) અને લોકસભાના નિયમોમાં નોંધાયેલ છે. લોકસભાનો કોઈ પણ સભ્ય સ્પીકરને હટાવવા માટે લેખિત રીતે લોકસભામાં સેક્રેટરી જનરલને નોટિસ આપી શકે છે. સામાન્ય રીતે બે લોકસભા સાંસદ મળીને આ નોટિસ આપે છે. અવિશ્વાસ પ્રસ્તાવની (No Confidence Motion) નોટિસમાં સ્પીકર સામે કાર્યવાહીના કારણોને સ્પષ્ટ સચોટ અને સ્પેસિફિક ચાર્જ તરીકે દાખલ કરવા અનિવાર્ય હોય છે. સ્પીકર સામે નોટિસ આપ્યા પછી લોકસભા અધ્યક્ષ પોતાને સંસદથી કાર્યવાહીથી અલગ કરી નાખે છે.

નોટિસ મળવાની તારીખથી ઓછામાં ઓછા 14 દિવસ પછી કોઈ દિવસ ગૃહની કાર્યસૂચિમાં સામેલ કરવામાં આવે છે. આ પછી સદનમાં પ્રસ્તાવ રાખવામાં આવે છે અને આના સમર્થનમાં ઓછામાં ઓછા 50 સાંસદોએ ઊભા રહેવું જરૂરી હોય છે. જરૂરી સમર્થન મળી જાય છે, તો પ્રસ્તાવ પર સદનમાં ચર્ચા થાય છે અને આના પછી વોટિંગ કરાવવામાં આવે છે. બહુમતથી પ્રસ્તાવ પસાર થાય તો જ સ્પીકરને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Speaker Om Birla No Confidence Motion Parliament Budget Session

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ