ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:46 PM, 27 April 2026
ADVERTISEMENT
Mumbai News: મુંબઈમાં ગરમીના પ્રકોપ વચ્ચે હચમચાવી મુકતી ઘટના સામે આવી છે. એક પરિવારના ચાર લોકોના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાયો છે. પરિવારજનોએ રાત્રે બિરયાની ખાધા બાદ તરબૂચ ખાધુ હતું. ત્યારે આ મોતના કારણને લઇ રહસ્ય અકબંધ છે.
ADVERTISEMENT
મુંબઇના પાયધુની વિસ્તારમાં એક પરિવારના ચાર લોકોના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે, ડોકાડિયા પરિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. તેના થોડા સમય બાદ પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામની તબિયત બગડવા લાગી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પરંતુ સારવાર દરમિયાન ચારેયના મોત થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ પહેલા પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે તેઓએ રાત્રે બિરયાની અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે બિરયાની, તરબૂચ બંનેના એકસાથે સેવનથી કોઈ રિએક્શન થયું હતું.
મૃતકોની ઓળખ અબ્દુલ્લા ડોકાડિયા(ઉ.વ.40), નસરીન ડોકાડિયા-પત્ની(ઉ.વ.35), આયેશા ડોકાડિયા (16) અને ઝૈનબ ડોકાડિયા (13) તરીકે થઈ છે. એક જ પરિવારના ચાર લોકોના મોતને લઇ ચકચાર મચી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / પ્રચંડ ગરમીથી બચવા માટે આવી કેન્દ્ર સરકારની એડવાઈઝરી, જાણો શું કહેવાયું
ADVERTISEMENT
ખોરાકના નમૂના અને તરબૂચને જપ્ત કરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પરંતુ મૃત્યુનું સાચું કારણ હિસ્ટોપેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકો અને પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT