બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / યુવાનો આનંદો! નોકરીને લઈને કેન્દ્રીય નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન, ઘર ભરાઈ જાય એટલો પગાર

National / યુવાનો આનંદો! નોકરીને લઈને કેન્દ્રીય નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન, ઘર ભરાઈ જાય એટલો પગાર

Nidhi Panchal

Last Updated: 12:54 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં એવા મોટા બદલાવની શરૂઆત થઈ ગઈ છે, જે માત્ર પરિવહન જ નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થાની દિશા બદલી દેશે. શું તમે જાણો છો કે આ બદલાવ લાખો કરોડનું બજાર અને કરોડો નોકરીઓ લાવી શકે છે?

ભારતનું ઇલેક્ટ્રિક વાહન (EV) બજાર ઝડપથી વિકસતું જઈ રહ્યું છે અને આ ક્ષેત્રના વિકાસને લઈને સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ EV એક્સ્પો 2024 દરમિયાન જણાવ્યું કે 2030 સુધીમાં ભારતનું EV માર્કેટ ₹20 લાખ કરોડના આકારનું થઈ જશે. આ વૃદ્ધિ માત્ર બજારની નહીં, પરંતુ રોજગારની દિશામાં પણ મોટી અસર કરશે. ગડકરીએ જણાવ્યું કે EV ઉદ્યોગના વિકાસ સાથે દેશભરમાં લગભગ 50 મિલિયન નોકરીઓ સર્જાશે, જે દેશની યુવાનો માટે મોટી તક બની શકે છે.

Evolet-Derby

ગડકરીએ કહ્યું કે પરિવહન ક્ષેત્ર દેશમાં 40% વાયુ પ્રદૂષણ માટે જવાબદાર છે અને અશ્મિભૂત ઇંધણની આયાત આપણા માટે મોટો બોજ છે. હાલમાં ભારત દર વર્ષે લગભગ ₹22 લાખ કરોડનું અશ્મિભૂત ઈંધણ આયાત કરે છે, જે અર્થવ્યવસ્થાને ભારે અસર કરે છે. આ કારણે સરકાર ગ્રીન એનર્જી પર ખાસ ધ્યાન આપી રહી છે અને ઇલેક્ટ્રિક વાહનો તેના માટે મહત્વનું સાધન બની રહ્યા છે.

લગભગ 44% વીજળી સૌર ઊર્જા આવે

તેમણે જણાવ્યું કે આજના સમયમાં ભારતની લગભગ 44% વીજળી સૌર ઊર્જા પરથી આવે છે. સરકાર હાઇડ્રોપાવર અને બાયોમાસ જેવા વિકલ્પોને પણ પ્રોત્સાહન આપી રહી છે. સૌર ઊર્જા હવે દેશનો એક મહત્વનો ઊર્જા સ્ત્રોત બની ગઈ છે. સરકારી પ્રયાસોનું પરિણામ છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા સતત વધી રહી છે અને લોકોનો વિશ્વાસ પણ વધી રહ્યો છે.

nitin-gadkari

EV ક્ષેત્રમાં વિકાસ માટે વિશાળ તકો ઉપલબ્ધ

ગડકરીએ ઉદ્યોગસાહસિકોને જણાવ્યું કે EV ક્ષેત્રમાં વિકાસ માટે વિશાળ તકો ઉપલબ્ધ છે. આજે ભારતમાં 1 લાખ ઇલેક્ટ્રિક બસોની જરૂર છે, જ્યારે હાલ માત્ર 50,000 બસો જ ઉપલબ્ધ છે. એટલે હવે ઉત્પાદકો માટે ફેક્ટરી વધારવાનો યોગ્ય સમય છે, પરંતુ ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરો, તેવું પણ તેમણે કહ્યું.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પણ મોટો ઉછાળો

2014ની સરખામણીએ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ગડકરીએ જણાવ્યું કે 2014માં ભારતનો ઓટોમોબાઇલ ઉદ્યોગ ₹7 લાખ કરોડનો હતો, જ્યારે આજે તે વધીને ₹22 લાખ કરોડનો થઈ ગયો છે. ભારત હવે જાપાનને પાછળ મૂકીને વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. હાલમાં અમેરિકો પ્રથમ અને ચીન બીજા ક્રમે છે.

vtv app promotion

ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઝડપથી વિકસાવી રહી છે

સરકાર EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઝડપથી વિકસાવી રહી છે. PM e-Drive યોજના હેઠળ માર્ચ 2026 સુધીમાં સરકાર 71,000 ચાર્જર ઇન્સ્ટોલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. હાલ આ કામ ધીમું છે, તેથી ભારે ઉદ્યોગ મંત્રાલય રાજ્ય સાથે મળીને પ્રક્રિયા ઝડપી કરશે. સાથે જ ખાનગી કંપનીઓ પણ પોતાના લેવલે ચાર્જિંગ સ્ટેશન લગાવી રહી છે. ખાસ ધ્યાન રાષ્ટ્રીય માર્ગો અને એક્સપ્રેસવે પર ચાર્જર લગાવવા પર છે. PM e-Drive યોજના હેઠળ ₹3,679 કરોડ ઈ-ટ્રક અને ઈ-એમ્બ્યુલન્સને પ્રોત્સાહન આપવા ફાળવ્યા છે. જોકે સબસિડી વિશેની સૂચના હજી બાકી છે, જે મંત્રાલય ટૂંક સમયમાં જાહેર કરશે.

સરકારે માર્ચ 2026 સુધીમાં નીચે મુજબનાં ફાસ્ટ ચાર્જર ઇન્સ્ટોલ કરવાનો પ્લાન બનાવ્યો છે:

  • 22,100 – ફોર વ્હીલર માટે
  • 1,800 – ઇ-બસ માટે
  • 48,400 – ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે

આ પણ વાંચો : ટ્રમ્પે અદાણી-અંબાણી પાસેથી ઝાટકે છીનવી લીધાં 2.6 લાખ કરોડ, જાણો કેવી રીતે?

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ ₹2,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. ભારત હવે ઝડપથી ગ્રીન પરિવહનની દિશામાં આગળ વધી રહ્યું છે. સરકાર, ઉદ્યોગ અને લોકો – ત્રણેયનું એકેય લક્ષ્ય છે: સ્વચ્છ, સસ્તું અને ભવિષ્યલક્ષી વાહન વ્યવહાર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Gadkari EV Market India Electric Vehicles
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ