બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / national hema malini big statement after ayodhya and kashi now a grand temple built in mathura too

રાજકારણ / હેમા માલિનીનું મોટું નિવેદન, કહ્યું અયોધ્યા- કાશી બાદ હવે મથુરામાં પણ બનવું જોઈએ ભવ્ય મંદિર

Published By: Dharmishtha

Last Updated: 11:22 AM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેમા માલિનીનું કહેવું છે કે અયોધ્યા અને કાશી બાદ હવે મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવું જોઈએ.

  • યુપીમાં ચૂંટણીમાં મથુરાનું કૃષ્ણ મંદિર પણ મુદ્દો બનતો જઈ રહ્યો છે
  • રામ જન્મભૂમિ અને કાશીના જીર્ણોદ્ધાર બાદ સ્વાભાવિક રુપથી મથુરા પણ બહું મહત્વપૂર્ણ
  •  હવે મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવું જોઈએ - હેમા માલિની

યુપીમાં ચૂંટણીમાં મથુરાનું કૃષ્ણ મંદિર પણ મુદ્દો બનતો જઈ રહ્યો છે

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મથુરાનું કૃષ્ણ મંદિર પણ મુદ્દો બનતો જઈ રહ્યો છે. યુપીના ડેપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પહેલા જ કહી ચૂક્યા છે કે અયોધ્યા બાદ મથુરાનો વારો છે. આ દરમિયાન મથુરાના સાંસદ હેમા માલિની પણ અહીં ભવ્ય મંદિર બનાવવાને લઈને મોટું નિવેદન આપી ચૂક્યા છે. હેમા માલિનીનું કહેવું છે કે અયોધ્યા અને કાશી બાદ હવે મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે કૃષ્ણ જન્મ ભૂમિ મથુરામાં મંદિરથી અડીને મસ્જિદ છે જેને લઈને વિવાદ થતો રહ્યો છે. હવે આ મામલા કોર્ટમાં છે.

રામ જન્મભૂમિ અને કાશીના જીર્ણોદ્ધાર બાદ સ્વાભાવિક રુપથી મથુરા પણ બહું મહત્વપૂર્ણ

રવિવારે ઈન્દોરમાં મીડિયાને સંબોધિત કરતા ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું રામ જન્મભૂમિ અને કાશીના જીર્ણોદ્ધાર બાદ સ્વાભાવિક રુપથી મથુરા પણ બહું મહત્વપૂર્ણ છે. મને કાશી આમંત્રિત કરવામાં આવ્યા છે અને હું સોમવારે જઈ રહી છું. મથુરાના સાંસદ હોવાના નાતે જો ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે. જે પ્રેમ અને સ્નેહના પ્રતિક છે. હું કહીશ કે એક ભવ્ય મંદિર હોવો જોઈએ. એક મંદિર પહેલાથી જ છે અને આ સુશોભિત કરી શકાય છે જેમ કે પીએમ નરેન્દ્ર મોદીજીએ કાશી વિશ્વનાથ કોરિડોરનો વિકાસ કર્યો. તેમણે આગળ કહ્યું કે કાશી વિશ્વનાથનો જીણોદ્ધાર અને પુનર્વિકાસ બહું અઘરો હતો અને ગત કેટલાક વર્ષોમાં આ રીતના ફેરફાર કરવાનું કોઈએ વિચાર્યું નહોંતુ. પરંતુ શક્ય છે કે આ રીતે મથુરામાં પણ ભવ્ય મંદિરનું સપનું સાકાર કરી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Hema Malini Kashi Mathura અયોધ્યા મથુરા હેમા માલિની hema malini

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ