ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગાર અને પેન્શન પર મોટું અપડેટ, ​​પરિપત્ર જાહેર

ગુડ ન્યૂઝ / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગાર અને પેન્શન પર મોટું અપડેટ, ​​પરિપત્ર જાહેર

Last Updated: 07:46 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જી હાં ગણેશ ચતુર્થી અને ઓણમના તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને અગાઉથી પગાર અને પેન્શન ચૂકવવાની મંજૂરી આપી છે.

ADVERTISEMENT

આવનારા તહેવારો ગણેશ ચતુર્થી અને ઓણમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી રાહત આપી છે. હવે તેઓને પગાર અને પેન્શન સમય પહેલાં જ મળશે. એટલે કે આ વખતે તહેવાર પહેલા જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં મહેનતાણું આવી જશે, જેનાથી તહેવારની ઉજવણી વધુ રોશન બનશે.

GANESH-JI-1

ક્યારે મળશે પગાર?

વિત્ત મંત્રાલયે જાહેર કરેલા ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, મહારાષ્ટ્રમાં ડિફેન્સ, પોસ્ટ અને ટેલિકોમ વિભાગ સહિતના કેન્દ્ર સરકારના કર્મચારીઓને 26 ઑગસ્ટ 2025 ના રોજ ઓગસ્ટ મહિનાનો પગાર મળશે. એટલે કે, 27 ઑગસ્ટે ઉજવાતી ગણેશ ચતુર્થી પહેલાં જ પૈસા એકાઉન્ટમાં જમા થઈ જશે.

કેરળમાં ઓણમ તહેવાર 4-5 સપ્ટેમ્બર 2025 દરમિયાન છે. ત્યાંના કર્મચારીઓ અને પેન્શનરોને 25 ઑગસ્ટ 2025 ના રોજ સમય પહેલાં ચૂકવણી કરવામાં આવશે.

gov-salary

સરકારનો હેતુ

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે તહેવાર સમયે કર્મચારીઓને કોઈ આર્થિક મુશ્કેલી ન પડે અને તેઓ પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવાર ઉજવી શકે એ માટે આ નિર્ણય લેવાયો છે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ પગાર, પેન્શન અને મજૂરી અગ્રિમ ચુકવણી તરીકે ગણાશે અને ઓગસ્ટ/સપ્ટેમ્બર 2025ના ફાઈનલ સેટલમેન્ટ વખતે તેનો હિસાબ સમાયોજિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કામની વાત / વાસી થૂંક લગાવાથી મટી જાય છે ખીલ? જાણો કેટલું અસરકારક છે તમન્ના ભાટિયાનું બ્યૂટી હેક

RBI ને ખાસ સૂચના

વિત્ત મંત્રાલયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને આ ચુકવણીમાં કોઈ વિલંબ ન થાય એ માટે કેરળ અને મહારાષ્ટ્રની બેંક શાખાઓને તાત્કાલિક અમલમાં મૂકવા સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salary GaneshChaturthi Pension
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ