બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:11 AM, 29 June 2025
FIR એટલે શું?
ADVERTISEMENT
FIR એ પોલીસ સ્ટેશનમાં દાખલ થતી એવી પ્રથમ લેખિત માહિતી છે, જે ફરિયાદી પોલીસને આપે છે. એ માહિતી પોલીસ એફ.આઈ.આર. રજીસ્ટરમાં નોંધ કરે છે અને ત્યારબાદ સમગ્ર કેસની તપાસ શરૂ કરે છે. ભારતીય ન્યાય પ્રકિયા સંહિતાની કલમ 173 મુજબ, જ્યારે ગુનાની માહિતી પોલીસને મળે ત્યારે એફ.આઈ.આર. નોંધવી એ તેમની ફરજ છે. ગુનાની તપાસ, પુરાવો કલેક્ટ કરવા અને આરોપી સામે કાયદેસર કાર્યવાહી એફ.આઈ.આર.ના આધારે જ આગળ વધી શકે છે. ખાસ કરીને હત્યા, લૂંટ, બળાત્કાર, આતંકવાદ, ઘરેલું હિંસા, સાઇબર ગુનો અને આર્થિક છેતરપિંડી જેવા ગુનાઓ માટે એફ.આઈ.આર. નોંધવી અત્યંત આવશ્યક બને છે.
શું છે શૂન્ય FIR?
ADVERTISEMENT
ક્યારેક એવું બને છે કે ગુનાની ઘટના એવી જગ્યાએ બને છે જ્યાં ફરિયાદી હાજર રહીને પોલીસ મથક સુધી પહોંચી શકતો નથી. આવી પરિસ્થિતિમાં શૂન્ય FIR નોંધાવવાની વ્યવસ્થા કાયદાએ પ્રદાન કરી છે. જેમાં નજીકના કોઈપણ પોલીસ મથકમાં ફરિયાદ કરી શકાય છે અને તે ફરિયાદ પછી યોગ્ય વિસ્તારના મથકે મોકલવામાં આવે છે. પોલીસ આ પ્રકારની એફ.આઈ.આર.નો નંબર “૦” એટલે કે શૂન્ય તરીકે રાખે છે, તેથી તેને શૂન્ય એફ.આઈ.આર. કહેવામાં આવે છે.અહીં નોંધવા જેવી બાબત એ છે કે, મહિલાઓ, બાળકો અને મુસાફરી દરમિયાન પીડિત બનનાર લોકો માટે આ વ્યવસ્થા અત્યંત ઉપયોગી સાબિત થાય છે, કારણ કે ન્યાય મેળવવામાં કોઈ મર્યાદા રહેતી નથી.

ADVERTISEMENT
પોલીસ FIR નોંધવામાં નિષ્ફળ જાય તો શું કરવું?
અનેક લોકોના અનુભવ મુજબ, પોલીસ મથકે જઈને ફરિયાદ કરવી એ જેટલું સમજીએ તેટલું સરળ નથી. પોલીસ યોગ્ય જવાબ ન આપે, ફરિયાદ ન નોંધે, કે કોઈ કારણોસર વિલંબ કરે, તો એવો અનુભવ કાયદા સામેનો અવરોધ બની શકે છે. પણ કાયદો એ પણ નક્કી કરે છે કે જો પોલીસ ફરિયાદ નોંધવામાં નિષ્ફળ જાય તો નાગરિક પાસે શું કાયદેસર વિકલ્પો છે. એફ.આઈ.આર.નો નંબર શૂન્ય રાખવામાં આવે છે અને પછી સંબંધિત પોલીસ મથકે મોકલી આપવામાં આવે છે. કાયદા અનુસાર પોલીસ પાસે તેને ન નોંધવાનો કોઈ અધિકાર નથી.
ADVERTISEMENT
જિલ્લા પોલીસ અધીક્ષક સમક્ષ લેખિત અરજી કરવી. કલમ (174(3)) જો ત્યાંથી પણ ન્યાય ન મળે, તો મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી શકાય છે. (કલમ 187). જો આ બન્ને તટસ્થ રહે, તો રાજ્યના ઉચ્ચ ન્યાયાલયમાં (કલમ 226) મુજબ "મેન્ડેમસ રિટ" દ્વારા દાદ માંગવી. કાયદા મુજબ હાઈકોર્ટ પોલીસ અને તંત્રને ફરજિયાત કાયદેસર કાર્યવાહી કરવા આદેશ આપી શકે છે. હાઈકોર્ટ “મંડેમસ રિટ” દ્વારા આદેશ આપે છે કે પોલીસ પોતાની કાયદેસર ફરજ નીભાવે.
ADVERTISEMENT
જાણવા જોગ અરજી શું છે?
ઘણા વખત લોકો પોલીસ ફરિયાદ તો કરવા માગે છે, પણ તેઓ એફ.આઈ.આર.થી ડરે છે. એવા સંજોગોમાં માત્ર જાણ કરવા માટે “જાણવા જોગ અરજી” નોંધાવવાની વ્યવસ્થા છે. તેને ગુનાની પુષ્ટિરૂપ નોંધ તરીકે માનો છે. જો ભવિષ્યમાં એજ વ્યક્તિ કે ઘટનાના આધાર પર કાયદેસર કાર્યવાહી કરવી હોય તો આ નોંધ પૂરાવા તરીકે ઉપયોગી બને છે.
ADVERTISEMENT
FIR ડર નહીં એ કાયદાની શરૂઆત
ઘણીવાર લોકો વિચાર કરે કે એક વાર એફ.આઈ.આર. નોંધાઈ, એટલે કેસ કચેરીમાં ખેંચાય, મનોવૈજ્ઞાનિક દબાણ થાય કે સામાજિક દબાણ ઉભું થાય. પરંતુ હકીકત એ છે કે એફ.આઈ.આર. એ આપના હિત માટેનો દસ્તાવેજ છે. જે ગુનાને પુરાવાપૂર્વક દાખલ કરે છે, ન્યાયિક પ્રક્રિયાને આગળ ધપાવે છે અને ભવિષ્યમાં ન્યાયની સીડી ઊભી કરે છે.
નવો કાયદો હવે વધુ પ્રભાવશાળી રીતે ફરિયાદીનું રક્ષણ કરે છે. શૂન્ય એફ.આઈ.આર.ના સ્ત્રોતે ક્યાં ગુનાની ઘટના બનેલી છે એ મહત્વનું નથી, પરંતુ ફરિયાદ નોંધાઈ છે કે નહીં એ જ મુખ્ય મુદ્દો છે. કોર્ટે ઘણીવાર પત્રો, અખબારના લેખો, અથવા પીડિત દ્વારા લખાયેલી રજુઆતોને પણ પોતાના પરથી પગલું લઇને સ્વયંસ્ફૂર્ત રીતે પગલાં લીધાં છે. આવાં સમયમાં ન્યાયિક સંસ્થાઓ નાગરિકના ન્યાયના અધિકાર માટે સતર્ક છે. પરંતુ પહેલ તો નાગરિકે જ કરવી પડે.
વધુ વાંચો : પોલીસ FIR ન લે તો શું કરવાનું? જાણો એક્સપર્ટ પાસેથી
એફ.આઈ.આર. ફક્ત પીડિત વ્યક્તિ દ્વારા જ નોંધાવી શકાય એવું નથી. કોઇ પણ વ્યક્તિ કે જેને ગુનાની જાણકારી હોય, કે જે ગુનાની ઘટના સ્થળે હાજર હોય, કે જેને પછીથી પુરાવા મળ્યા હોય તેવી વ્યક્તિ પણ કાયદેસર રીતે એફ.આઈ.આર. નોંધાવી શકે છે. ગુનાની જાણકારી જો સીધેસીધી પોલીસ સુધી પહોંચે તો પોલીસ પણ પોતે આવાં ગુનાઓ માટે એફ.આઈ.આર. દાખલ કરી શકે છે. એફ.આઈ.આર. એ કોઈ ખાનગી અધિકાર નથી, તે તો સમાજના સુરક્ષા તંત્ર માટેનું કાનૂની ઉખંડ છે.
અફસોસ છે કે હજુયે ઘણીવાર લોકો કાયદાને લઈને ગભરાટ રાખે છે. એવું માને છે કે પોલીસ પાસે જવું કે કોર્ટના ચક્કર ફરવાં એ મુશ્કેલીભર્યું છે. પણ આ માન્યતા જ ગુનાને ઉજાગર થવામાં અને ન્યાય પૂરા પડવામાં સૌથી મોટો અવરોધ બને છે. કાયદાનો ઉપયોગ કરવો એ મુશ્કેલી નથી, એ જવાબદારી છે. જ્યારે ગુનાની જાણ થાય ત્યારે વ્યક્તિએ ન્યાય માટે આગળ આવવું જોઈએ. એફ.આઈ.આર. કરાવી, વીટનેસ તરીકે સહયોગ આપવો કે પંચ તરીકે તટસ્થપણે જણાવવું એ બધું નાગરિક કર્તવ્ય છે.
એક જવાબદાર નાગરિક તરીકે દરેક વ્યક્તિએ કાયદાની પ્રક્રિયામાં સહભાગી થવું જોઈએ. જ્યારે સાચું હોય ત્યારે એ ફક્ત પોલીસ નહીં, સમગ્ર ન્યાય વ્યવસ્થાને માર્ગ બતાવે છે. જ્યારે ન્યાયની વાત આવે, ત્યારે અવાજ ઊંચો કરવો જોઈએ, કારણ કે કાયદો એ અવાજની સાથે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.