બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / national bizarre reply on cm helpline said fix hand pump on complainant chest

ભારે પડ્યુ / CM હેલ્પલાઈન પર ફાલતુ જવાબ કહ્યું, ‘હેડપંપ ઉખાડીને ફરિયાદીની છાતીમાં ઠોકી દેવાશે’

Dharmishtha

Last Updated: 03:18 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશના સીએમની હેલ્પલાઈન 181 પર હેડપંપ ખરાબ થવાની ફરિયાદ કરનારાને એલફેલ જવાબ આપનાર ભિંડના પીએચઈ વિભાગના કાર્યપાલન મંત્રી(ઈઈ) પીઆર ગોયલને સરકારે બરતરફ કરાય છે અને ફરિયાદને મુખ્ય એન્જિનિયરિંગ ઓફિસમાં ટ્રાન્સફર કરાઈ છે. ભિંડના કલેક્ટર વિરેન્દ્ર સિંહ રાવતે ઈઈ પર અનુસાત્મક કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.

  • હેડપંપ ઉખાડીને ફરિયાદીની છાતીમાં ગાડી દઈશું
  •  ફરિયાદી મનોરોગી છે. તેને ખેંચ આવે છે
  • તેમણે સ્વબચાવમાં લખ્યુ કે તેમના આઈડી પાસવર્ડ ચોરી થયા છે

ઉલ્લેખનીય છે કે મીડિયામાં આ સમાચાર છપાતા આ ઘટનામાં બબાલ થઈ હતી. જેમાં કોંગ્રેસે પ્રદેશ સરકારને આડે હાથ લીધા હતા.


નોંધનીય છે કે ભિંડ જિલ્લાના રહાવલી બેહડ લહારના રહેવાસી રાહુલ દિક્ષિતે 7 જૂન 2020ના રોજ સીએમ હેલ્પલાઈન પર હેડપંપ ખરાબ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તે જ દિવસે ફરિયાદ મદદનીશ મંત્રી કે સી ઝાની ટ્રાન્સફર થઈ. મદદનીશ તરફથી 28 જૂનના રોજ ફરિયાદના બદલામાં લખવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર અમિત બુધૌલિયાને કામ કરવા માટે કહી દેવામાં આવ્યુ છે જલ્દી પંપ ચાલુ કરી દેવાશે, ફરિયાદ ક્લોઝ કરવામાં આવે. આના પર 28 જૂનના રોજ તપાસતા માલુમ પડ્યુ કે ફરિયાદનું નિરારકણ સંતોષ કારક રીતે કરવામાં આવ્યુ નથી. આ બાદ 7 જુલાઈના રોજ સીએમ હેલ્પલાઈન પર વર્ગ 2ના અધિકારી ભિંડમાં પીએચઈના ઈઈ પીઆર ગોયલને ફોલો અપમાં ફાલતુ જવાબ લખી સમસ્યાનું નિરાકરણ થયું હોવાનું રટણ કર્યું હતું. 9 જુલાઈના રોજ ફરિયાદ ક્લોઝ કરવામાં આવી પણ જયારે તેમને આ બેદરકારી બદલ નોટિસ પાઠવવામાં આવી ત્યારે તેમણે સ્વબચાવમાં લખ્યુ કે તેમના આઈડી પાસવર્ડ ચોરીને કોઈએ ફરિયાદનો જવાબ મોકલ્યો છે.

કાર્યપાલ યંત્રી ગોયલે જવાબમાં લખ્યુ હતું કે ફરિયાદી મનોરોગી છે. તેને ખેંચ આવે છે. કંઈ પણ બકવાસ કરે છે. આના આખા પરિવારને દોરા પડે છે. હેડપંપ ખરાબ નથી. તેનું દિમાગ ખરાબ છે. આખું પીએચઈ જાણે છે કે મારા હેડપંપ મિકેનિકના આ પાગલે કપડા પણ ફાડી નાંખ્યા હતા. હવે સમય આવી ગયો છે કે ચીની યુદ્ધ કરવામાં આવે જે ગોરિલ્લા નીતિ છે. હેડપંપ ઉખાડીને ફરિયાદીની છાતીમાં ગાડી દઈશું.

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh cm helpline ફરિયાદ મધ્ય પ્રદેશ હેડપંપ helpline
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ