ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કપલે દારુ પીધો પછી ગળું દબાવીને દીકરીનું માથું પાણીમાં નાખ્યું, દીકરાના પણ એ જ હાલ, બન્નેએ જીવન ટૂંકાવ્યું

બેંગ્લુરુ / કપલે દારુ પીધો પછી ગળું દબાવીને દીકરીનું માથું પાણીમાં નાખ્યું, દીકરાના પણ એ જ હાલ, બન્નેએ જીવન ટૂંકાવ્યું

Published By: Hiralal Parmar

Last Updated: 02:11 PM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુમાં એક કપલે બન્ને બાળકોની હત્યા કરીને પછી આપઘાત કર્યો હતો જોકે તેમાં પતિનું મોત થયું હતું પરંતુ પત્નીનો બચાવ થયો હતો.

ADVERTISEMENT

કર્ણાટકના બેંગ્લુરુમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એ કપલે બન્ને બાળકોની હત્યા કરીને આપઘાત કરી લીધો હતો જોકે તેમાં પતિનું મોત થયું પરંતુ પત્નીનો બચાવ થયો હતો.

શું હતું મોતનું કારણ

32 વર્ષીય શિવુ અને તેની પત્ની મંજુલા વચ્ચે વારંવાર લગ્નજીવનમાં ઝઘડા થતા હતા. શિવુનો ઘણા વર્ષો પહેલા અકસ્માત થયો હતો અને તે મોટાભાગે ઘરે જ રહેતો હતો. તેને લાગતું કે અમારી હાલત સારી નથી અને પૈસા પણ નથી આથી આ દંપતી છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યા કરવાનું વિચારી રહ્યું હતું, પરંતુ તેઓ તેમના બાળકોને પાછળ છોડીને જવા માંગતા ન હતા. તેથી તેમણે પહેલા તેમને મારી નાખવાનો અને પછી પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

પહેલા દીકરીની પછી દીકરાની હત્યા

ઘટનાના દિવસે, બપોરે 2 વાગ્યાની આસપાસ, દંપતીએ કથિત રીતે તેમના બાળકોને મારવા માટે દારૂ પીધો હતો. સાંજે 4 વાગ્યાની આસપાસ, તેઓએ પહેલા તેમની 11 વર્ષની પુત્રી ચંદ્રકલાનું ગળું દબાવી દીધું અને પછી તેણી મરી ગઈ છે તેની ખાતરી કરવા માટે તેનું માથું પાણીમાં ડુબાડી દીધું. ત્યારબાદ તેઓએ તેમના 7 વર્ષના પુત્ર ઉદય સૂર્યા સાથે પણ આવું જ કર્યું. આ પછી, મંજુલાએ ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શિવુ, જે બીમાર હતો અને ઉલટી કરી રહ્યો હતો, તેણે તેને નજીકની દુકાનમાંથી ખાવાનું લાવવાનું કહ્યું જ્યારે તે ખાવાનું લઈને પાછી આવી ત્યારે તેણે જોયું કે શિવુએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

વધુ વાંચો : ભારત પાક મેચ પહેલાં મોટા માઠા સમાચાર, સૂર્યકુમાર, ગિલ-ગંભીર ચિંતામાં, બીજી વાત તો દિલમાં ઉતરી જશે

પત્નીના આપઘાતનો પ્રયાસ નિષ્ફળ

પતિના મોત બાદ મંજુલાએ પણ જીવન ટૂંકાવાનો નિર્ણય લીધો. ત્યારબાદ મંજુલા ફરી આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા તેના પિતા સાથે વાત કરવા માંગતી હતી. ઘરમાં તેના પતિ દ્વારા ઉપયોગમાં લેવાતો ફોન બંધ હોવાથી, તે પાડોશીના ઘરે ફોન કરવા ગઈ. તેણીએ જે કહ્યું તેનાથી આઘાત પામેલા પાડોશીએ સ્થાનિક લોકોને જાણ કરી, જેઓ ઘટનાસ્થળે દોડી ગયા અને પોલીસને જાણ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંજુલાને કસ્ટડીમાં લેવામાં આવી છે અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bengaluru crime bengaluru

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ