બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ભારત પાક મેચ પહેલાં મોટા માઠા સમાચાર, સૂર્યકુમાર, ગિલ-ગંભીર ચિંતામાં, બીજી વાત તો દિલમાં ઉતરી જશે

એશિયા કપ / ભારત પાક મેચ પહેલાં મોટા માઠા સમાચાર, સૂર્યકુમાર, ગિલ-ગંભીર ચિંતામાં, બીજી વાત તો દિલમાં ઉતરી જશે

Hiralal Parmar

Last Updated: 12:26 PM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાનની મેચ પહેલાં એક મોટા માઠા સમાચાર સામે આવ્યાં છે જેણે ખેલાડીઓ અને ચાહકોની ચિંતા વધારી મૂકી છે.

આજે રાતે 8 વાગ્યે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર છે પરંતુ મેચ શરુ થાય તે પહેલાં માઠા સમાચાર સામે આવ્યાં છે જેનાથી ટીમના ખેલાડીઓ ચિંતામાં મૂકાયા હતા. હકીકતમાં મેચ પહેલાં સોશિયલ મીડિયામાં બોયકોટ મેચ એવો ટ્રેન્ડ શરુ થયો હતો. આ ટ્રેન્ડ ખૂબ ચાલતાં તેની આંચ ડ્રેસિંગ રુમ સુધી પહોંચી હતી.

ગૌતમ ગંભીરે ખેલાડીઓ સાથે કરી લાંબી ચર્ચા

બોયકોટ મેચ વિવાદ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચિંતામાં મૂકાયા હતા. ભારતીય ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિત અન્ય સપોર્ટ સ્ટાફ સાથે લાંબી ચર્ચાઓ થઈ છે. સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર ભારે ચિંતામાં જોવા મળ્યાં હતા અને તેમણે લાંબી લાંબી ચર્ચાઓ શરુ કરી હતી. ખેલાડીઓને પ્રોફેશનલ રહેવા અને મેચને અન્ય કોઈપણ મેચની જેમ લેવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ શું તેઓ એવું કરી શકે છે? હાલમાં દુબઈમાં રહેલી ભારતીય ટીમ એક યુવા ટીમ છે. બધા ખેલાડીઓની નજર સોશિયલ મીડિયા પર છે. તેઓ પોતાના મોબાઈલ પર જોઈ રહ્યા છે કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને કેવી રીતે પહોંચી ગયો છે. લોકો BCCIનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.

ભારતીય ટીમમાં તણાવ

ભારતીય ક્રિકેટ ટીમના કેમ્પમાં તણાવ સ્પષ્ટપણે અનુભવી શકાય છે, કારણ કે આટલી મોટી મેચ પહેલા, ન તો મુખ્ય કોચ, ન કેપ્ટન, ન તો કોઈ ખેલાડી મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા. મેચની પૂર્વસંધ્યાએ, ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટને પ્રેસ કોન્ફરન્સમાં મોકલવામાં આવ્યા હતા.

વધુ વાંચો : દુબઈ ગ્રાઉન્ડમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું એક વાર નહીં બે વાર, આ આંકડાથી વધ્યાં ચાહકોના ધબકારાં

બીજી શું ઘટના બની

જેમ હંમેશા બને છે તેમ જ્યારે જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ હોય છે. દેશ આખામાં તેની જ ચર્ચા ચાલતી હોય છે અને આખો દેશ આ મેચ જોતો હોય છે એટલે એક રીતે લોકોમાં ક્રેઝ હોય છે પરંતુ આ વખતની મેચમાં આવો કોઈ ક્રેઝ જોવાયો નથી, અરે ત્યાં સુધી કે ટીકિટ વેચવામાં પણ ફાંફો પડ્યાં છે.

પહેલગામ હુમલા બાદ લોકો ગુસ્સામાં

ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. એશિયા કપ પહેલા, ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમશે તે નક્કી નહોતું. પરંતુ ભારત સરકારે લીલી ઝંડી આપ્યા પછી, BCCI એ તેની ટીમ દુબઈ મોકલવાનો નિર્ણય લીધો. આ સમયે સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે છે. લોકો નથી ઇચ્છતા કે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમે. કારણ કે પહેલગામ આતંકવાદી હુમલામાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. કોઈનો પતિ બરબાદ થઈ ગયો હતો અને કોઈનો ભાઈ ગયો હતો. લોકો તે વાતને લઈને ખૂબ ગુસ્સે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia cup 2025 Gautam Gambhir Asia cup 2025 news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ