બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ....તો નહીં બની શકો અગ્નિવીર સૈનિક! સેનાએ કર્યા નવા નિયમો જાહેર

કામની વાત / ....તો નહીં બની શકો અગ્નિવીર સૈનિક! સેનાએ કર્યા નવા નિયમો જાહેર

Published By: Priykant Shrimali

Last Updated: 10:42 AM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Agniveer Scheme : અગ્નિવીર યોજના : કાયમી ભરતી માટે લગ્ન અંગેના નવા કડક નિયમો, અહીં જાણો તમામ માહિતી માત્ર એક જ ક્લિકમાં

Agniveer Scheme : અગ્નિવીર યોજનાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. ભારતીય સેનાની અગ્નિવીર યોજના હેઠળ ભરતી થયેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022માં શરૂ થયેલી આ યોજનાની પ્રથમ બેચની 4 વર્ષની સેવા અવધિ હવે પૂર્ણ થવા જઈ રહી છે. આવનારા જૂન–જુલાઈ મહિનામાં લગભગ 20,000થી વધુ અગ્નિવીર સૈનિકો પોતાની સેવા પૂર્ણ કરશે. આમાંથી માત્ર 25 ટકા અગ્નિવીરને જ કાયમી સૈનિક તરીકે સેવામાં સ્થાન મળશે. આ પસંદગી તેમની કામગીરી, શિસ્ત, શારીરિક ક્ષમતા અને પરીક્ષાના પરિણામના આધારે કરવામાં આવશે.

લગ્ન અંગે સેના દ્વારા સ્પષ્ટ નિયમો

સેનાએ કાયમી પસંદગી પ્રક્રિયા માટે લગ્ન અંગે કડક નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અનુસાર ચાર વર્ષની સેવા દરમિયાન લગ્ન પર પ્રતિબંધ તો અગ્નિવીર તરીકે કામ કરતી અવધિમાં કોઈપણ સૈનિક લગ્ન કરી શકશે નહીં.

સેવા પૂર્ણ થયા પછી પણ રાહ જોવી ફરજિયાત

ચાર વર્ષ પૂરા થયા બાદ પણ જ્યાં સુધી કાયમી ભરતી માટેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય અને અંતિમ પરિણામ જાહેર ન થાય, ત્યાં સુધી લગ્ન કરવાની મંજૂરી નહીં મળે. જો કોઈ અગ્નિવીર આ સમયગાળા દરમિયાન લગ્ન કરે છે, તો તેને કાયમી સૈનિક બનવાની પ્રક્રિયામાંથી સીધો બહાર રાખવામાં આવશે.

શું તમે જાણો છો પસંદગી પ્રક્રિયા પાછળનો તર્ક ?

અગ્નિવીરોની ભરતી સામાન્ય રીતે 21 વર્ષની ઉંમરે થાય છે અને ચાર વર્ષની સેવા બાદ તેઓ લગભગ 25 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. ત્યારબાદ કાયમી પસંદગીની પ્રક્રિયામાં ચારથી છ મહિનાનો સમય લાગી શકે છે. સેનાનું માનવું છે કે, આ સમયગાળા દરમિયાન સૈનિકોએ સંપૂર્ણ શિસ્ત, નિયમો અને સેવાના ધોરણોનું પાલન કરવું જરૂરી છે. તેથી અપરિણીત હોવું પણ પસંદગી માટે એક મહત્વપૂર્ણ શરત રાખવામાં આવી છે.

આ પણ વાંચો : આજથી બદલાઇ ગયો ટ્રેનમાં ઓનલાઇન ટિકિટ બુકિંગનો નિયમ, પેસેન્જર્સ ભૂલ્યા વિના વાંચી લે

કોને મળશે કાયમી તક?

માત્ર એવા અગ્નિવીર જ કાયમી સૈનિક બનવા માટે અરજી કરી શકશે કે જેમણે ચાર વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય. તમામ શિસ્તબદ્ધ નિયમોનું પાલન કર્યું હોય અને પસંદગી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અપરિણીત સ્થિતિ જાળવી રાખી હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Agniveer Scheme gniveer Permanent Selection Indian Army Recruitment

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ