બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજથી બદલાઇ ગયો ટ્રેનમાં ઓનલાઇન ટિકિટ બુકિંગનો નિયમ, પેસેન્જર્સ ભૂલ્યા વિના વાંચી લે
Last Updated: 10:04 AM, 5 January 2026
જો તમે ઓનલાઈન ટ્રેન બુક કરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. IRCTC એ આજથી એડવાન્સ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમણે IRCTC વેબસાઇટ અથવા એપ દ્વારા રિઝર્વેશન માટે આધાર વેરિફિકેશન કરાવ્યું છે તેમને ફાયદો થશે. જે યુઝર્સના આધાર વેરિફિકેશન થયા નથી તેમને પ્રોબ્લેમ આવી શકે છે.આવા કેસમાં કન્ફોર્મ ટિકિટ ન પણ મળે.
ADVERTISEMENT
IRCTC ના નવા નિયમો પ્રમાણે આજથી જે યુઝર્સે આધાર વેરિફિકેશન કરાવ્યું છે તેમને ફાયદો થશે જેમણે 60 દિવસ પહેલા રિઝર્વેશન કરાવવું પડશે. જો તમે તે કર્યું નથી તો તમેફિક્સ ટાઈમમાં રિઝર્વેશન કરાવી શકશો નહીં. IRCTC એ 29 ડિસેમ્બરે આધાર લિંક્ડ IRCTC યુઝર્સ માટે બુકિંગ નિયમોમાં કેટલાક સુધારા કર્યા છે.

ADVERTISEMENT
બુકિંગ 60 દિવસ અગાઉથી ખુલશે જેમાં જે યુઝર્સે પહેલાથી જ પોતાનું આધાર વેરિફાઇડ કરી લીધું છે તેવા લોકો સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રિઝર્વેશન કરાવી શકશે. જે લોકોએ આધાર વેરિફાય નથી કરાવ્યું એવા લોકો સાંજે 4 વાગ્યા પછી રિઝર્વેશન કરાવી શકશે. જ્યારે આ પહેલા આધાર-વેરિફાઇડ યુઝર્સ સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બુકિંગ કરાવી શકતા હતા હવે તેમની બુકિંગ વિન્ડો લંબાવવામાં આવી છે હવે તેમનો સમય વધારી દેવાયો છે.તેમને ચાર કલાકનો વધુ સમય આપવામાં આવ્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડ યૂઝરનું મોત થઈ જાય તો કોણે ચૂકવવી પડે બાકી રકમ? જાણો નિયમ
ADVERTISEMENT
ભારતીય રેલવેએ વાસ્તિવક મુસાફરોને કન્ફર્મ ટિકિટ આપવા અને દલાલ અથવા અન્ય અનૈતિક તત્વો દ્વારા દુરુપયોગ અટકાવવા માટે આ પગલું ભર્યું છે. આનાથી 60 દિવસ અગાઉ ટિકિટ બુક કરાવનારા યુઝર્સને ફાયદો થશે જેનાથી તેમને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જશે.
ADVERTISEMENT
વિન્ડો ટિકિટ બુકિંગના નિયમોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ફેરફાર માત્ર ઓનલાઇન બુકિંગ માટે આધાર વેરિફિકેશન ધરાવતા યુઝર્સને મળતા સમયગાળામાં થયો છે. પહેલા આવા યુઝર્સને ટિકિટ બુક કરવા માટે 15 મિનિટ મળતી હતી, પછી તેને 4 કલાક કરવામાં આવી અને હવે તેમને સંપૂર્ણ 8 કલાકનો સમય આપવામાં આવશે. સામાન્ય રિઝર્વેશન શરૂ થાય તે પહેલાં આધાર-વેરિફાઇડ યુઝર્સને વધુ સમય મળે તે માટે આ વિન્ડો બપોરે 12 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે, પરંતુ કાઉન્ટર એટલે કે વિન્ડો પરથી ટિકિટ બુક કરવાની પ્રક્રિયા પહેલાની જેમ જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.