બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્રેડિટ કાર્ડ યૂઝરનું મોત થઈ જાય તો કોણે ચૂકવવી પડે બાકી રકમ? જાણો નિયમ

તમારા કામનું / ક્રેડિટ કાર્ડ યૂઝરનું મોત થઈ જાય તો કોણે ચૂકવવી પડે બાકી રકમ? જાણો નિયમ

Published By: Jinal Chauhan

Last Updated: 01:24 PM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિવોર્ડસ, કેશબેકના લાભ, ડિકાઉન્ટના કારણે આજના સમયમાં ખાસ કરીને યુવાનોમાં ક્રેડિટ કાર્ડ લોકપ્રિય બની ગયું છે. આની એક વખત આદત થઈ જાય પછી છોડવું મુશ્કેલ છે.

આજના સમયમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લોકો મોટા પાયે કરી રહ્યા છે.લોકોના ખિસ્સામાં તમને ત્રણ ક્રેડિટ કાર્ડ તો મળી જ જશે. ક્રેડિટ કાર્ડ એટલા માટે પણ લોકપ્રિય છે કારણ કે તે ઝડપથી એડવાન્સ પૈસા મેળવવાનો રસ્તો છે.

એચડીએફસી બેન્ક, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેન્ક જેવી ટોપ લેન્ડર અલગ અલગ જરૂરિયાતોને પુરી કરવા માટે કસ્ટમર્સને ક્રેડિટ કાર્ડની સુવિધા આપી રહી છે. જેના માટે એપ્લિકેશન પ્રોસેસ ડિજીટલ અને સરળ છે. સામાન્ય રીતે બેન્ક ક્રેડિટ કાર્ડની લિમીટ ઉધાર લેનારની ઈનકમ અને ક્રેડિટ સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડના આવા વધતા ઉપયોગ સાથે શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ હોલ્ડરનું અચાનક મોત થઈ જાય તો બાકીની રકમનું શું થાય છે. કોણે તેની ભરપાઈ કરવાની હોય છે.

Credit Card (1)

શું પરિવાર પર નાંખવામાં આવે છે બોજ?

સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ યુઝરનું મોત થઈ જાય તો બેન્ક તેની મિલકતમાંથી બાકીન પૈસા વસુલવાનો પ્રયાસ કરે છે. જો કોઈ મૃતકના નામે કોઈ પોલિસી હોય કે રોકાણ હોય કે કોઈ પ્રોપર્ટી તેના નામે હોય તો તેમાંથી બાકીના પૈસા બેન્ક વસુલે છે. પણ આવું કંઈ ન હોય તેવી સ્થિતિમાં ઉધાર લેનારના પરિવાર પર કોઈ બોજ કે દબાણ કરવામાં આવતું નથી કારણ કે ક્રેડિટ કાર્ડના બાકીના પૈસા ચુકવવાની જવાબદારી માત્ર કાર્ડ હોલ્ડરની જ હોય છે. એવામાં તેનું મોત થઈ જાય તો દેવું પણ ખતમ થઈ જાય છે. આ ઉપરાંત જો બાકીની રકમ ઉધાન લેનારની પ્રોપર્ટી કે પ્રોપર્ટીની કિંમતથી વધારે છે તો બાકીની રકમને લેન્ડર બેડ ડેટ કે નોન-પરફોર્મિંગ એસેટ્સ ગણે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 26મી જાન્યુઆરીએ પરેડ જોવા જવું છે? તો અહીં ક્લિક કરીને મેળવો ટિકિટ, જાણો કિંમત

RBIની ગાઈડલાઈન શું છે

RBIની ગાઈડલાઈન્સમાં લેન્ડરને સલાહ આપવામાં આવી છે કે પૈસાની વસુલાત કરતી વખતે કોઈ વ્યક્તિ સામે ધમકી હેરાનગતિ ભલે તે શારિરીક હોય કે માનસિકનો સહારો ન લેશો. જેમાં ક્રેડિટ કાર્ડ હોલ્ડરના પરિવારના કોઈ સભ્ય કે તેના મિત્ર કે રેફરન્સ આપનારને ધમકી આપવી, અપમાનિત કરવું કે તેમની પ્રાઈવસીમાં દખલગીરી કરવા જેવા કામ સામેલ છે. બીજી બાજુ એફડી બેઝ્ડ ક્રેડિટ કાર્ડ જેવા સુરક્ષિત ક્રેડિટ કાર્ડના કેસમાં ફિક્સ ડિપોઝીટ વેચેની બાકીના પૈસા વસુલવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

credit card liability credit card user death rules outstanding credit card dues

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ