બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડમાં તમે નામ કેટલી વખત અપડેટ કરાવી શકો? જાણો નિયમો અને પ્રોસેસ
Last Updated: 03:56 AM, 12 October 2025
આધાર કાર્ડ આજે ભારતના લગભગ દરેક નાગરિક માટે ફરજીયાત દસ્તાવેજ બની ગયું છે. સ્કૂલ-કૉલેજમાં એડમિશનથી લઈને સરકારી યોજનાઓનો લાભ મેળવવા સુધી તેનો ઉપયોગ થાય છે. પરંતુ ઘણી વખત આધાર કાર્ડમાં નામ, સરનામું અથવા જન્મ તારીખ જેવી વિગતો ખોટી દાખલ થઈ જાય છે. UIDAI નાગરિકોને આ માહિતી સુધારવાની તક આપે છે પણ તેની પણ એક મર્યાદા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
UIDAIના નિયમો મુજબ, કોઈપણ વ્યક્તિ પોતાના આધાર કાર્ડમાં નામમાં માત્ર બે વખત જ ફેરફાર કરી શકે છે. જો તમે પહેલાથી બે વખત નામ અપડેટ કરાવી લીધું હોય તો ત્રીજી વખત UIDAI મંજૂરી આપતું નથી. જો કોઈના પાસે ખાસ કારણ અથવા માન્ય પુરાવા હોય, તો UIDAI સ્પેશિયલ પરમિશનથી ચકાસણી કર્યા પછી ફેરફારની મંજૂરી આપી શકે છે.

ADVERTISEMENT
નામ સુધારવા માટે આધારધારકને નીચેના દસ્તાવેજોમાંથી કોઈ એક આપવો ફરજિયાત છે. આ દસ્તાવેજમાં તમારું સાચું નામ લખેલું હોવું જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
નામ બદલાવવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર (Aadhaar Seva Kendra) પર જવું પડશે. ત્યાં તમને ફોર્મ ભરવું પડશે અને જરૂરી પુરાવા સાથે સબમિટ કરવું પડશે. અધિકારી તમારા દસ્તાવેજો ચકાસીને સુધારાની પ્રક્રિયા શરૂ કરશે. કેટલાક દિવસમાં તમારું સુધારેલું આધાર કાર્ડ તૈયાર થઈ જાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ધર્મ / ધનતેરસ પર શનિદેવનો ઓછાયો, ઘરમાં ભૂલથી પણ ન લાવો આ 6 વસ્તુઓ
હાલમાં UIDAIએ નામ સુધારવાની ફી પણ વધારી છે. પહેલાં આ માટે ₹50 લેવામાં આવતાં હતાં, હવે નવી ફી ₹75 નક્કી કરવામાં આવી છે. આ નવો નિયમ 1 ઑક્ટોબરથી લાગુ થવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.