બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દિવાળીની આસપાસ લોન્ચ થશે આ હાઇબ્રિડ SUV, કંપનીએ ડિઝાઇન પેટન્ટ પણ કરી ફાઇલ
Last Updated: 01:42 AM, 8 June 2026
JSW MG મોટર ઇન્ડિયાએ ઓફિશિયલ કન્ફર્મ કર્યું છે કે, તે ઓક્ટોબર 2026 સુધીમાં ભારતમાં પ્લગ-ઇન હાઇબ્રિડ સેગમેન્ટમાં પ્રવેશ કરશે. કંપનીના નવા PHEV (પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહન) ને '520' કોડનેમ આપવામાં આવ્યું છે. લોન્ચ થયા બાદ આ નવી SUV મહિન્દ્રા XUV 7XO અને મહિન્દ્રા XEV 9S જેવા મોડેલો સાથે કોમ્પિટિશન કરશે. આ દિવાળી 2026 ની આસપાસ આ નવી SUV ના લોન્ચ પહેલા કંપનીએ ભારતમાં Wuling Starlight 560 નીડિઝાઇન પેટન્ટ પણ ફાઇલ કરી છે. એવું મનાય છે કે આ મોડેલ ભારતીય બજારમાં MG બ્રાન્ડ નામ અને નવી ઓળખ સાથે લોન્ચ થશે.
ADVERTISEMENT
ગ્લોબલ માર્કેટમાં Wuling Starlight 560 પ્લગ-ઇન હાઇબ્રિડ અને સંપૂર્ણરીતે ઇલેક્ટ્રિક બંને ઓપ્શનમાં વેચાય છે. તેના PHEV વર્ઝનમાં 20.5 kWh બેટરી પેક સાથે 1.5-લિટર પેટ્રોલ એન્જિન આવે છે. આ સેટઅપ 197 bhp અને 230 Nm ટોર્ક પેદા કરે છે. ઇલેક્ટ્રિક વર્ઝનમાં ફ્રન્ટ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર છે જેમાં 56.7 kWh બેટરી પેક છે, જે 136 bhp અને 200 Nm ટોર્ક પેદાકરે છે. ચીનના CLTC મુજબ પ્લગ-ઇન હાઇબ્રિડ મોડેલ ઇલેક્ટ્રિક-ઓન્લી મોડમાં 100 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે. જે ઇલેક્ટ્રિક વર્ઝન એક ચાર્જ પર 500 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.

ADVERTISEMENT
ઇન્ટિરિયરની દ્રષ્ટિએ વુલિંગ સ્ટારલાઇટ 560 ખૂબ જ એડવાન્સ અને મીનીમમ કેબિન ડિઝાઇન ધરાવે છે. તે ભારતમાં MG સ્ટારલાઇટ 560 તરીકે લોન્ચ થઈ શકે છે. SUV માં ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર થીમ આવે છે. તેના ડેશબોર્ડમાં 12.8-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આવે છે. 8.8-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે પણ ઓફર કરવામાં આવી છે. SUV ના મોટાભાગના કાર્યો ટચસ્ક્રીન દ્વારા ચલાવી શકાય છે, જ્યારે જરૂરી કંટ્રોલ માટે સ્ટીયરિંગ વ્હીલ, સેન્ટર કન્સોલ અને ડોર આર્મરેસ્ટ પર ફીઝીકલ બટનો પણ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
તેમાં 6-સ્પીકર ઓડિયો સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, લેધરેટ અપહોલ્સ્ટરી, OTA (ઓવર-ધ-એર) અપડેટ્સ, 4G કનેક્ટેડ કાર ટેકનોલોજી, મલ્ટીપલ એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર અને કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને EBD સાથે ABS પણ આવે છે.
ADVERTISEMENT
MG સ્ટારલાઇટ 560ની લંબાઈ 4,745 mm, પહોળાઈ 1,850 mm અને ઊંચાઈ 1,755 mm છે. SUVનો વ્હીલબેઝ 2,810 mm લાંબો છે. જો આ ડાયમેંશન ભારતીય મોડેલ માટે જાળવી રાખવામાં આવે તો આ નવી MG પ્લગ-ઇન હાઇબ્રિડ SUV મહિન્દ્રા XUV 7XO કરતાં 50 mm લાંબી હશે. આ સિવાય તેનો વ્હીલબેઝ XUV 7XO કરતાં 60 mm વધુ હશે. જેના કારણે કેબિનમાં વધુ સારી જગ્યા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.