બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / Politics / naresh patel will meet sonia gandhi and prashant kishor in delhi

BIG BREAKING / સોનિયા ગાંધી-પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની બેઠક, તમામ શરતો કોંગ્રેસે સ્વીકારી: સૂત્ર

Khyati

Last Updated: 01:06 PM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની વાતો વચ્ચે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે બેઠક, ગમે તે ઘડીએ કોંગ્રેસમાં જોડાવાની થઇ શકે છે જાહેરાત

  • ગુજરાતના રાજકરણના મોટા સમાચાર 
  • સોનિયા ગાંધી અને નરેશ પટેલ વચ્ચે 4 વાગ્યે બેઠક
  •  બેઠકમાં પ્રશાંત કિશોર પણ રહેશે હાજર 

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે નરેશ પટેલની દિલ્લી મુલાકાતને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને દિવસ જાય તેમ રાજનીતિ તેજ બની રહી છે. તેવામાં રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે તેવી વાતો વચ્ચે આજે સાંજે 4 કલાકે સોનિયા ગાંધી અને નરેશ પટેલ વચ્ચે બેઠક મળશે. દિલ્હીના 10 જનપથ રોડ પર સોનિયા ગાંધીના નિવાસ્થાને બેઠક મળશે. બેઠક બાદ  કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

બેઠકમાં પ્રશાંત કિશોર પણ રહેશે હાજર

ગુજરાત કોંગ્રેસને લઇ આજે દિલ્હીમાં મોટી બેઠક મળનારી છે. જે માટે  ખોડલધામ સુપ્રીમો નરેશ પટેલ ગઈકાલથી જ દિલ્હી પહોંચી ગયા છે.  આ બેઠકમાં પ્રશાંત કિશોર પણ હાજર રહેશે.  પ્રશાંત કિશોરનો રસ્તો ક્લિયર થતા હવે નરેશ પટેલ પણ વિધિવત રીતે કોંગ્રેસમાં  પ્રવેશ કરશે.  ગમે તે ઘડીએ નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત થઇ શકે છે.

 

કોંગ્રેસે નરેશ પટેલની તમામ શરતો સ્વીકારી : સૂત્ર

 દિલ્હીમાં મળનારી બેઠકમાં નરેશ પટેલ પ્રશાંત કિશોર સાથે પણ બેઠક કરશે.  પ્રશાંત કિશોર સાથેની બેઠક બાદ તેઓ કોંગ્રેસના અગ્રણી નેતાઓને પણ મળશે. સૂત્રો તરફથી માહિતી એવી પણ મળી રહી છે કે કોંગ્રેસે નરેશ પટેલની તમામ શરતો સ્વીકારી.   મહત્વનું છે કે નરેશ પટેલની ઈચ્છા હતી કે પ્રશાંત કિશોર ગુજરાતની જવાબદારી સંભાળે. તો આ તરફ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં જોડાવા માટે સોનિયા ગાંધીની ટીમે મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે જો પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થાય તો નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાના પ્રબળ સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ