ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / N95 mask price bjp leader prashant vala troll in twitter

N95 માસ્ક વિવાદ / માસ્ક નફાખોરીના વિવાદમાં ભાજપ નેતા ટ્વિટ કરી ફસાયા, કોંગ્રેસે ટ્રોલ કરતાં ટ્વિટ ડિલિટ કર્યું

Published By: vtvAdmin

Last Updated: 12:56 PM, 23 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે માસ્કના ભાવ મુદ્દે રાજકીય યુદ્ધ શરૂ થયું છે. કાલે કોંગ્રેસ નેતા નિશિત વ્યાસે સરકારનો પરિપત્ર જાહેર કરી કહ્યું કે સરકાર 49 રૂપિયામાં માસ્ક ખરીદે છે તો 65માં અમૂલ પાર્લર પર કેમ વેચે છે. તો તેના વળતાં જવાબમાં ભાજપના નેતા પ્રશાંત વાળા પડ્યા અને કહે છે એ તો GST અને પરિવહન ખર્ચ છે.

ADVERTISEMENT

  • ભાજપ નેતાએ કહ્યુંં આ તો પરિવહન અને GST  ખર્ચ છે એટલે 49ના 65માં વેચાય છે
  • ભાજપ N95 માસ્કના ભાવની સ્પષ્ટતામાં ઉણું ઉતર્યું, અંતે પ્રશાંત વાળાએ ટ્વિટ ડિલિટ કર્યું 
  • માસ્કના ભાવનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો, કોંગ્રેસ -ભાજપમાં વાકયુદ્ધ ચાલ્યું

માસ્ક મુદ્દે ગરમાયેલાં રાજકારણમાં નિશિત વ્યાસના દાવા બાદ ભાજપના નેતાઓ ઉઘાં માથે પડ્યા છે. કારણ જવાબ શું વાળવો સરકારના પરિપત્ર મુજબ ભાવ 49 રૂપિયામાં માસ્કની ખરીદી હોય તો 65 રૂપિયામાં વેચાય કેવી રીતે. આ મુદ્દે કશું જાણ્યા વગર વિવાદમાં નાહવા પડેલાં ભાજપ મીડિયા સેલના કન્વીનર પ્રશાંત વાળાને વચ્ચેના રૂપિયા GSTના છે એવું કહેતી ટ્વિટ અંતે ડિલિટ કરવી પડી છે.

પ્રશાંત વાળાની ટ્વિટ પર વિવાદ સર્જાયો

પ્રશાંત વાળે ટ્વિટ કરી કહ્યું કે, 'કમળો થયો હોય તેને બધે પીળું જ દેખાય'; 49.61 માં જીએસટી અને પરિવહન ખર્ચ ઉમેરો તો 65 જ થાય.ગુજરાત સરકાર દ્વારા અમૂલ પાર્લરના માધ્યમથી રાજ્યમાં માત્ર 65 રૂપિયામાં N95 mask વેચાય છે.જે ખાનગી મેડિકલ સ્ટોરમાં 150રૂ.,250રૂ.ના ભાવે વેચાય છે.આ ઉપરાંત પ્રશાંત વાળાએ આક્ષેપ કર્યો કે; પહેલાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં માસ્કના ભાવ વિશે જાણો...રાજસ્થાન અને પંજાબમાં આ જ માસ્કના 300-400 રૂપિયા વસૂલાઈ રહ્યા છે.

5 ટકા GST છે તો 18 ટકા કેમ વસુલાય છે

પ્રશાંત વાળાની ટ્વિટ પર વધુ વિવાદ સર્જાતા અને જવાબ ન આપી શકતાં તેમણે અંતે આ ટ્વિટ ડિલીટ કરી છે. કોંગ્રેસના એક નેતાએ તો એવો પણ સવાલ કર્યો કે જો માસ્ક પર 5 ટકા GST લેવાનો છે તો સરકાર કેમ 18 ટકા વસુલી રહી છે. આ ઉપરાંત માસ્કના વિતરણને લઈ અનેક સવાલો ઉભા થયા છે. 

N95 માસ્કના ભાવ પર વાકયુદ્ધ

આ સમગ્ર ઘટના મુદ્દે જ્યારે ભાજપ નેતા પ્રશાંત વાળા અને કોંગ્રેસ નેતા નિશિત વ્યાસ સાથે VTVએ વાત કરી ત્યારે, પ્રશાંત વાળાને પુછાયેલાં થ્રી લેયર માસ્કના ભાવના પ્રશ્નમાં ગોળ ગોળ વાતો કરી હતી. જ્યારે કોંગ્રેસ નેતાએ પ્રશ્ન પુછ્યો કે N 95 માસ્કના ભાવ ઉંચા લો છો અને થ્રી લેયર માસ્કના ભાવ કેમ નીંચા ત્યારે ભાજપે કહ્યું કે એ રૂપિયા ગુજરાત સરકાર ભોગવી રહી છે.અને N95 માસ્કના ભાવ મુદ્દે ભાજપ નેતાએ કોઈ યોગ્ય સ્પષ્ટતા કરી ન હતી.

સંકળાયેલા મુદ્દાઓ

N95 માસ્ક વિવાદ Nishit Vyas prashant vala નિશિત વ્યાસ પ્રશાંત વાળા N 95 Mask

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ