બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / mythological places in india where you must visit once in a life

ટ્રાવેલ / માત્ર ચારધામ જ નહીં તમારી લાઇફમાં એક વખત આ અદ્ભુત ધાર્મિક જગ્યાઓની મુલાકાત જરૂરથી કરો

Krupa

Last Updated: 04:05 PM, 17 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને કેટલીક એવી ધાર્મિક માન્યતાઓ વાળી જગ્યા માટે જણાવી રહ્યા છીએ જ્યાં સહેલાણીઓ દર્શન માટે આવે છે. તો ચલો જાણીએ એ કયા ધાર્મિક સ્થળ છે જેની યાત્રા તમારે લાઇફમાં એક વખત જરૂર કરવી જોઇએ.

ભગવાન તો દુનિયાના દરેક ખૂણામાં વસેલા છે. જો તમે આ વાત માનતા હોવ તો અમે તમને એનું પ્રમાણ પણ આપી દઇએ છીએ. જો તમને ટ્રાવેલ કરવું ગમે છે પરંતુ દરેક વખત તમે પહાડો અને દરિયા કિનારે જાવ છો તો આજે અમે તમને કેટલીક એવી ધાર્મિક માન્યતાઓ વાળી જગ્યા માટે જણાવી રહ્યા છીએ.

ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ
ચિત્રકૂટ શહેર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની વચ્ચે વસેલું એક નાનું શહેર છે. જેનો ભૂ ભાગ બંને દેશોમાં ફેલાયેલો છે. આ નાના શહેરમાં ઘણા મંદિર છે જેના દર્શન માટે સહેલાણીઓ આવે છે. માન્યતા છે કે અહીંયા ચૌદ વર્ષના વનવાસ બાદ રામ અને એમના ભાઇ ભરતનો મિલાપ થયો હતો. આ સાથે જ અહીંયા પર હનુમાન જી નું એક મંદિર છે જેના માટે પણ કેટલીક માન્યતાઓ પ્રચલિત છે. 

દ્વારિકા, ગુજરાત 
ગુજરાતના દ્વારકા માટે કહેવામાં આવે છે કે આ શહેર ભારતના સાત પ્રાચીન શહેરોમાંથી એક છે. આ શહેરને લઇને અનેક ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની હતી. આ સાથે જ ચાર ધામમાંથી એક છે. આ શહેરમાં ઘણા મંદિર દર્શન માટે છે. જેના માટે અનેક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે. 

દંડકારણ્ય, છત્તીસગઢ
ઘણા મોટા ભૂ ભાગમાં ફેલાયેલા આ વન માટે કથા પ્રચલિત છે કે રામાયણ કાળમાં અહીંયાથી રાવણે મા સીતાનું હરણ કર્યું હતું. આ જગ્યા જોવા માટે આવનાર લોકો માટે સૌથી મોટું કારણ આ કથા છે. આ વન માાત્ર છત્તીસગઢ જ નહીં પરંતુ આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા રાજ્યમાં પણ ફેલાયેલું છે. 

દેવપ્રયાગ, ઉત્તરાખંડ
હિંદુઓની આસ્થાના કેન્દ્ર દેવપ્રયાગ પણ ફરવા માટે એક સારી જગ્યા છે. કહેવામાં આવે છે કે અહીંયા પર અલકાનંદા નંદી ભાગીરથી મળીને ગંગાનું રૂપ લે છે અને પછી અહીંથી આગળ વધે છે. ઋષિકેશથી 70 કિમી દૂર વસેલા આ શહેરની સફર કરવાની તક મળે તો એક વખત જરૂર જાવ.

હમ્પી, કર્ણાટક
આવા જ એક શહેર માટે અમે જણાવવા જઇ રહ્યા છીએ  જેની મુલાકાત કરવા પર તમને આ શહેરથી જોડાયેલી પૌરાણિક માન્યતાઓ માટે સાંભળવા મળશે. હમ્પી, આ શહેર કર્ણાટક રાજ્યમાં વસેલું છે અને હિંદુઓની ગાઢ આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે રામાયણમાં જે વાનરરાજ સુગ્રીવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હમ્પી એ જ જગ્યા છે. આ જગ્યા પર રામ અને સુગ્રીવની સાથે મળીને રાવણના વિરુદ્ધ લડાઇની યોજના બનાવવામાં આવી હતી.

 

સંકળાયેલા મુદ્દાઓ

Travel lifestyle ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ચારધામ ધાર્મિક Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ