ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
મુંબઇઃ મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પણ આફતના વરસાદથી સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે. રવિવારના રોજ સવારથી જ મુંબઇ (mumbai) અને પૂણે સહિતના આસપાસનાં તમામ વિસ્તારોમાં થઇ રહેલ ભારે વરસાદ (rain) બાદ અનેક જગ્યાઓ પર જળતાંડવ સર્જાઇ ગયું છે. રેલમાર્ગો પર પાણી ભરાઇ ગયું છે કે જે કારણોસર 6 ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે (weather department) લોકોને ઘરથી નહીં બહાર નીકળવાની સલાહ આપી છે. સાંતાક્રુઝ ઠાણે, મુલુંદ, પવઇ, પાલઘર, અંધેરી, હિંદમાતામાં ભારે જળતાંડવ સર્જાયું છે કે જેનાંથી લોકોની મુશ્કેલી વધી ગઇ છે.
Maharashtra: Locals being rescued by National Disaster Response Force (NDRF) team at flood-affected Kanhe village in Raigad. pic.twitter.com/CRM3cQHp6R
— ANI (@ANI) August 4, 2019
ADVERTISEMENT
5 ઓગસ્ટથી સતત વરસાદને જોતા ઠાણે, નાસિક, પુણે અને રાયગઢમાં તમામ સ્કૂલો બંધ રહેશે. મહારાષ્ટ્રના રાયગઢમાં પ્રભાવિત કાન્હે ગામમાં રાષ્ટ્રીય આપદા મોચન બળ (એનડીઆરએફ)ની ટીમ દ્વારા રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને લોકોને સુરક્ષિત જગ્યાઓ પર લઇ જવામાં આવી રહેલ છે.
ADVERTISEMENT
#WATCH Maharashtra: High tide at Marine Drive in Mumbai, today. pic.twitter.com/psAy7Wmu4d
— ANI (@ANI) August 4, 2019
ADVERTISEMENT
શનિવારના હવામાન વિભાગે લોકોને ચેતવણી આપતા કહ્યું કે, દરિયામાં હાઇટાઇડ આવી શકે છે. મુંબઇના મરીન ડ્રાઇવમાં દરિયાની ઉંચી ઉંચી લહેરો જોવા મળી. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ જેવી હાલત પેદા થઇ ગઇ છે. પુણે શહેરમાં તો પૂર જેવી સ્થિતિ બાદ પુણે નગરનિગમ દ્વારા 500થી વધારે પરિવારોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યાં છે. પુણેના સાંગવી વિસ્તારમાં ભારે વર્ષા બાદ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
Maharashtra: More than 500 families are being shifted to safer places by Pune Municipal corporation following flood-like situation in city pic.twitter.com/PFvAFNkWXw
— ANI (@ANI) August 4, 2019
ADVERTISEMENT
હવામાન વિભાગનું જો માનીએ તો રાજ્યમાં હજી પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઇમાં સતત થઇ રહેલ વરસાદ બાદ શહેરનાં કેટલાંક વિભાગોમાં જળતાંડવની સ્થિતિ થઇ ગઇ છે. મુંબઇના વકોલામાં માર્ગો અને પાર્કિંગ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયાં છે. લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાષ્ટ્રીય આપત્તિ મોચન બળ (એનડીઆરએફ)એ અત્યાર સુધી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આઠ ટીમોને તૈનાત કરી દીધી છે. બંને રાજ્યોમાં આ સમયે ખૂબ જ ભારે વરસાદ થઇ રહ્યો છે અને પૂર જેવી સ્થિતિ બની ગઇ છે.
ADVERTISEMENT
Maharashtra: Water enters houses in Sangvi area of Pune following heavy rainfall in the region. pic.twitter.com/rYg1gPQaWt
— ANI (@ANI) August 4, 2019
Mumbai: Water logging in parts of the city following incessant rainfall; visuals from Vakola area. #MumbaiRain pic.twitter.com/5QdUhKBuYA
— ANI (@ANI) August 4, 2019
#WATCH: Flooding in premises of Trimbakeshwar Temple in Nashik following incessant rainfall. #Maharashtra pic.twitter.com/e2RVbAOeFx
— ANI (@ANI) August 4, 2019
Maharashtra: Kalyan railway station waterlogged following incessant rain in the city. pic.twitter.com/JY0w44Ygy8
— ANI (@ANI) August 4, 2019
મહારાષ્ટ્રનાં અનેક હિસ્સાઓમાં ભારે વરસાદની લોકો વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વેસ્ટર્ન લાઇનની ટ્રેનો પણ 15 મિનીટ મોડી ચાલી રહી છે. નાશિકના પ્રસિદ્ધ ત્ર્યમ્બકેશ્વર મંદિર પરિસરમાં પણ પાણી ભરાઇ ગયા છે જ્યાર બાદ તે ઝરણાંની જેમ પાણી વહી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે એવું નિવેદન રજૂ કર્યુ છે કે મુંબઇમાં તેજ હવાઓ સાથે વરસાદ શરૂ રહેશે. હવામાન વિભાગે લોકોને બહાર નીકળવાની બચવાની સલાહ આપી છે અને માછીમારોને દરિયાઇ તટ પર જવાની મનાઇ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો