ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / mumbai police commissioner parambirsingh got transffered, cm thackeray gives order

કાર્યવાહી / અંબાણીના ઘરની બહાર કારના કેસમાં CM ઠાકરેની મોટી કાર્યવાહી, મુંબઈ પોલીસ કમિશ્નરની કરાઈ બદલી

Published By: Nirav

Last Updated: 07:37 PM, 5 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહની તત્કાળ આદેશથી બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

  • મુંબઈ પોલીસ કમિશનરની બદલી 
  • સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા આદેશ 
  • રિલાયંસ કેસમાં કારના માલિકની મોત બાદ કરાઇ કાર્યવાહી

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બદલી માટે આદેશ આપ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. મહત્વનું છે કે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે મુંબઇ પોલીસ દ્વારા સુશાંત સિંહ રાજપૂત કેસ અને દિશા સાલિયાનના આપઘાત કેસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 

ઘણા મામલે પ્રસાર માધ્યમોમાં જાણીતો ચહેરો બની ગયા હતા પરમબીર સિંહ 

આ સિવાય બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વિવાદમાં તેમજ રિપબ્લિક ટીવીના ચર્ચિત ટીઆરપી કૌભાંડ કેસની પ્રેસ કોન્ફરન્સ દ્વારા માધ્યમોમાં આવ્યા  હતા.

જો કે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી આ બધા કેસના લીધે નહીં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને માલિક મુકેશ અંબાણીના વૈભવી નિવાસ સ્થાન એન્ટાલિયાની બહાર મળેલી શંકાસ્પદ કારના માલિક મનસુખ હિરેનની મોતના લીધે થઈ હોવાનું મનાઈ રહ્યું છે. 

દેવેન્દ્ર ફડણવીસે NIA તપાસની માંગણી કરી હતી

નોંધનીય છે કે હમણાં થોડા દિવસ અગાઉ રિલાયંસના માલિક મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર જીલેટીનના વિસ્ફોટક ભરેલી એક કાર ઝડપાણી હતી, અને સાથે એક ચિઠ્ઠી પણ મળી હતી જેમાં અંબાણી પરિવારનો ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી હતી, જો કે આ કારના માલિકની શોધ કરતાં તેના માલિક મનસુખ હિરેન હોવાનું બહાર આવ્યું  હતું વિધાનસભા વિપક્ષ નેતા અને પૂર્વ મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસે રિલાયન્સના કેસ મામલે NIA તપાસની માંગણી કરી હતી. 

આ કેસમાં પહેલાથી જ મહારાષ્ટ્ર સરકાર પર નક્કર તપાસ કરીને સત્ય બહાર લાવવાનું વ્યાપક દબાણ છે અને આ કેસની એકમાત્ર મુખ્ય કડી કહી શકાય તેવા વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં મોત થવાથી મહારાષ્ટ્ર સરકાર પર વધુ દબાણ સર્જાશે તે નક્કી છે, અને આ મામલે સરકારે ડેમેજ કંટ્રોલ કરવા તાત્કાલિક મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને તલબ કર્યા હતા, પરંતુ ફેસ સેવિંગ કાર્યવાહી માટે મુંબઇ પોલીસ કમિશનરની બદલી કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

CM Uddhav Thackeray mumbai police parambir singh ઉદ્ધવ ઠાકરે મુંબઈ Proceedings

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ