બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હિંદમાતા, સાયન, કુર્લા, દાદરના વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. વરસાદના કારણે નદી-નાળામાં પાણીની આવક થઈ છે. વિલે પાર્લેમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રાયગઢ, ઠાણે, નાસિક અને પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કર્યુ.
નાલાસોપારમાં ઘૂંટણ સમાણા પાણી
ADVERTISEMENT
.jpg)
ભારે વરસાદના કારણે મુંબઈમાં ટ્રાફિક થંભી ગયો છે. છે. નદી- નાળાઓ બધા ભરાઈ ગયા છે. માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સૌથી ખરાબ સ્થિતિ નાલાસોપારા વિસ્તારની છે, શેરીઓમાં ઘૂંટણ સુધી પાણીથી ભરાય છે.
ADVERTISEMENT
વિલેપાર્લે પાણી પાણી
વિલે પાર્લેમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી પાણી થઈ ગયો છે. રસ્તા પરથી લોકોના ઘરોમાં પાણી આવવાનું શરૂ થઈ ગયું છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે ચેતવણી આપી છે, શહેરમાં જૂની ઇમારતોને જોખમ હોઈ શકે છે
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ ભારે વરસાદની ચેતવણી આપતા કહ્યું હતું કે શહેરમાં જૂની ઇમારતોને આ વરસાદથી જોખમ થઈ શકે છે. આઈએમડીએ લોકોને ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે અને કહ્યું છે કે આગામી એક-બે દિવસ વરસાદથી ટ્રાફિકને પણ અસર થઈ શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.