બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગત સાંજે હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યો
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. શુક્રવારે સાંજે તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ તેમની સાથે દેખાયા હતા. અભિષેક કારની આગળની સીટ પર બેઠો હતો ત્યારે જયા પાછળની સીટ પર અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી.
ADVERTISEMENT
Mumbai:Amitabh Bachchan leaves from Nanavati Hospital after being discharged from the hospital following a routine check up. pic.twitter.com/Np86xhcouY
— ANI (@ANI) October 18, 2019
ADVERTISEMENT
મંગળવારે સવારે 3 વાગ્યે થયા હતા એડમિટ
મંગળવારે સવારે 3 વાગ્યે અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં અનેક રાઉન્ડમાં ચેકઅપ કરાયું હતું. તેમનું રૂટિન ચેકઅપ ઘણીવાર હોસ્પિટલમાં કરવામાં આવે છે. હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું કે અમિતાભ બચ્ચનને ડોકટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. રૂટિન ચેકઅપ પૂર્ણ થયા બાદ શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
રૂટિન ચેકઅપ બાદ બચ્ચનની તબિયત હવે સારી છે
અમિતાભની હોસ્પિટલમાં દાખલ થવા સમયે તેમની તબિયત અંગે ઘણી અટકળો થઈ હતી, પરંતુ હોસ્પિટલ તરફ આવું કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પ્રવેશ દરમ્યાન અમિતાભ બચ્ચન પાસે ડોકટરો અને નર્સ સિવાય બીજા કોઈને પણ જવાની મંજૂરી નહોતી. હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ નહીં. સૂત્રએ કહ્યું કે બિગ બી હવે સંપૂર્ણ રીતે ઠીક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.