બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 8 મહિનામાં લાખના બે લાખ! 200 રૂપિયાનો શેર બન્યો 'બબ્બર શેર', રોકાણકારોને આપ્યું 120 ટકા રિટર્ન

મલ્ટિબેગર સ્ટોક / 8 મહિનામાં લાખના બે લાખ! 200 રૂપિયાનો શેર બન્યો 'બબ્બર શેર', રોકાણકારોને આપ્યું 120 ટકા રિટર્ન

Last Updated: 05:07 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ફ્રાકોને છેલ્લા 8 મહિનામાં શેરબજારમાં 120 ટકા વળતર આપ્યું છે. કંપનીના શેરની કિંમત હજુ પણ નીચી છે. શુક્રવારે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી. તમને જણાવી દઈએ કે, આ કંપનીનો IPO માર્ચ મહિનામાં આવ્યો હતો.

શેર માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. AVP ઇન્ફ્રાકોનના લિસ્ટિંગે શેરબજારમાં બહુ સારો દેખાવ કર્યો ન હતો. પરંતુ આ પછી સ્ટોક રિકવરીમાં સફળ રહ્યો છે. લિસ્ટિંગ બાદ કંપનીના શેરના ભાવમાં 120 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે રોકાણકારોના પૈસા બમણાથી પણ વધુ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે સોમવારે કંપનીના શેરમાં અપર સર્કિટ જોવા મળી હતી. 2 ટકાની અપર સર્કિટ સેટ કર્યા બાદ કંપનીના શેરની કિંમત BSEમાં 174.15 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. AVP ઇન્ફ્રાકોનના શેરમાં વધારો થવા પાછળનું કારણ મજબૂત ત્રિમાસિક પરિણામો અને મજબૂત વર્ક ઓર્ડર છે.

stock-market-vtv

IPO માર્ચમાં આવ્યો હતો

AVP ઇન્ફ્રાકોનનો IPO 13 માર્ચથી 15 માર્ચ, 2024 સુધી ખુલ્લો હતો. કંપની NSE પર 5.33 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 79 ​​પ્રતિ શેરના ભાવે લિસ્ટ થઈ હતી. પરંતુ લિસ્ટિંગ બાદ રોકાણકારોનો આ શેરમાં વિશ્વાસ વધ્યો હતો. જેના કારણે લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં 120 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, કંપનીના શેરની કિંમત IPO કિંમતથી 132 ટકા વધી છે.

stock-market

કંપનીની નાણાકીય સ્થિતિ કેટલી મજબૂત છે?

AVP ઇન્ફ્રાકોનની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની છે. પ્રથમ છ મહિનામાં કંપનીની આવક રૂ. 109.22 કરોડ હતી. જેમાં વાર્ષિક ધોરણે 63.05 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક 66.98 ટકા હતી. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીના નફામાં વધારો જોવા મળ્યો છે.

વધુ વાંચો : નફો ઓછો નુકસાન વધુ! શેર બજાર ભારે ઉથલપાથલ બાદ ફ્લેટ બંધ, આ કંપનીના શેરધારકોના જીવ અધ્ધર

તમને જણાવી દઈએ કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીનો નફો 12.76 કરોડ રૂપિયા રહ્યો છે. જે વાર્ષિક ધોરણે 75 ટકા વધુ છે. એક વર્ષ અગાઉ સમાન અર્ધવાર્ષિક ગાળામાં કંપનીનો નફો રૂ. 7.27 કરોડ હતો. કંપનીને NHAI તરફથી બે કોન્ટ્રાક્ટ મળ્યા છે. જેની કિંમત 41.25 કરોડ રૂપિયા છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

stockmarket AVPInfracon Multibaggerstock
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ