ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / મૌની રોય અને સૂરજ નાંબિયારના લગ્નજીવનનો અંત, 4 વર્ષના સાથ બાદ અલગ થવાનો નિર્ણય
Last Updated: 01:48 AM, 15 May 2026
ADVERTISEMENT
મનોરંજન જગતમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આણતા, અભિનેત્રી મૌની રોય અને તેના બિઝનેસમેન પતિ સૂરજ નાંબિયારે સત્તાવાર રીતે અલગ થવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આ કપલના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મૌની અને સૂરજે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને ચાહકો અને મીડિયાને જાણ કરી છે કે તેઓએ પરસ્પર સમજદારીથી અલગ રસ્તાઓ પસંદ કર્યા છે. તેઓએ લખ્યું, અમારી અંગત જિંદગીમાં લોકો જે બિનજરૂરી રસ લઈ રહ્યા છે તેનાથી અમને નિરાશા થઈ છે. અમે જણાવવા માંગીએ છીએ કે અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે અત્યારે આ પરિસ્થિતિને સંભાળવા માટે જરૂરી સમય લઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
પોતાના નિવેદનમાં મૌની અને સૂરજે સ્પષ્ટતા કરી છે કે તેમના સંબંધો વિશે જે કાલ્પનિક વાર્તાઓ અને ખોટી વાતો ફેલાવવામાં આવી રહી હતી તે સત્યથી વેગળી છે. તેઓએ જણાવ્યું કે, "અંગત પ્રાથમિકતાઓમાં આવેલા પરિવર્તનો પર ગંભીરતાથી વિચાર કર્યા પછી અમે માન અને સમજદારી સાથે અલગ થવાનું નક્કી કર્યું છે. અમે આ મુશ્કેલ સમયને ખાનગી રાખવા માંગીએ છીએ અને ભવિષ્યમાં અમારી મિત્રતા જાળવી રાખવાનો પ્રયાસ કરીશું."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગરમીના પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર: રાજ્યમાં પારો 2 થી 4 ડિગ્રી ગગડશે, આગામી 3 દિવસ ઠંડકની હેલી
ADVERTISEMENT
મૌની રોય અને સૂરજ નાંબિયાર 27 January 2027 ના રોજ ગોવામાં એક ભવ્ય સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને ફેન્સ આ જોડીને ખૂબ પસંદ કરતા હતા. જોકે, લગ્નના 4 વર્ષ પૂરા થતા પહેલા જ બંનેએ અલગ થવાનો નિર્ણય લેતા ચાહકોમાં ઉદાસી જોવા મળી રહી છે. કેપ્શનમાં આ જોડીએ નમ્ર વિનંતી કરી છે કે આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવસીનું સન્માન કરવામાં આવે અને કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT