બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / રાજકોટના સમાચાર / Mothers of six crore people of Gujarat have been insulted: Italy
Last Updated: 04:57 PM, 14 October 2022
ADVERTISEMENT
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ગઈ કાલે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ તેમને મુક્ત પણ કરી દેવામાં આવ્યા હતા. ગઈ કાલની પરિસ્થિતી બાદ આજે ગોપાલ ઈટાલીયા ખોડલધામમાં મા ખોડલના પૂજન-અર્ચન માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે આમ આદમીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગોપાલ ઈટાલીયાએ કાર્યકર્તાઓ સાથે કાગવડ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા હતા.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાના સ્મૃતિ ઈરાની પર પ્રહાર
ગોપાલ ઈટાલિયા ગઈ કાલની ધરપકડ અને તેમના વાયરલ વીડિયા બાબતે ગોપાલ ઈટાલિયાએ ફરી પાટીદાર રાગ આલાપ્યો હતો અને ઈટાલિયાએ કહ્યું કે પાટીદાર હોવાથી ટાર્ગેટ કરવામાં આવે છે અને મારા જૂના વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. તેમજ ઈટાલિયાએ સમગ્ર વીડિયા બાબતે પોતાનો બચાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્મૃતિ ઈરાની જૂના વીડિયો પોસ્ટ કરે છે તે ગેસના બાટલા લઈ ને નાચતા હતા તે વીડિયો પણ પોસ્ટ કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, એક નહીં કરોડો માતાનું વિચારવો જોઈએ. તેમણે કહ્યું કે, ગુજરાતનાં છ કરોડ લોકોની માતાઓનું અપમાન થયું છે.
ADVERTISEMENT
"લોકોની સેવા કરવાની માતાજી શક્તિ આપે"
આમ આદમીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે આજે કાગવડ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કરવા આવ્યો છું. આજે મા ખોડિયારના આશીર્વાદ લીધા છે. લોકોની સેવા કરવાની માતાજી મને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.