બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દુનિયાના 30000000 થી વધારે કમ્પ્યુટર બની જશે ડબ્બા, માઇક્રોસોફ્ટની મોટી જાહેરાત

ટેક્નોલોજી / દુનિયાના 30000000 થી વધારે કમ્પ્યુટર બની જશે ડબ્બા, માઇક્રોસોફ્ટની મોટી જાહેરાત

Last Updated: 09:04 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઇક્રોસોફ્ટે એક મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ હવે 10 વર્ષ જૂની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 બંધ કરવામાં આવશે.

જો તમારી પાસે પણ વિન્ડોઝ 10વાળું લેપટોપ કે કોમ્પ્યુટર હોય તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. માઇક્રોસોફ્ટે વિન્ડોઝ 10 માટે સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે
14 ઓક્ટોબર 2025ના રોજ 10 વર્ષ જૂની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 બંધ કરવામાં આવશે. જેનો અર્થ એ કે કંપની હવે Windows 10 યુઝર્સ માટે ફ્રી સુરક્ષા અપડેટ્સ રજૂ નહીં કરે, જેના બાદ યુઝર્સને નવા સુરક્ષા જોખમો, ડેટા લીક અને માલવેર હુમલાઓનો સામનો કરવો પડી શકે છે.

  • સુરક્ષાનું વધશે જોખમ
    વિન્ડોઝ 10 માટે સપોર્ટ બંધ કરવાથી પર્સનલ અને વ્યવસાયિક બંને યુઝર્સ માટે સમસ્યાઓ ઊભી થશે. માઈક્રોસોફ્ટની આ જાહેરાત બાદ IT સિક્યોરિટી એક્સપર્ટ થોર્સ્ટન ઉર્બાન્સકીએ જણાવ્યું હતું કે "2025માં મોટી સુરક્ષા નિષ્ફળતા ટાળવા માટે બધા યુઝર્સે તાત્કાલિક વિન્ડોઝ 11 અથવા વૈકલ્પિક ઓપરેટિંગ સિસ્ટમ પર સ્વિચ કરવું જોઈએ."

વધુ વાંચો : ગ્રીન ટીને ભૂલી જાઓ! વજન ઘટાડવા ગ્રીન કોફીનો ટ્રેન્ડ, જાણો તેને પીવાના ફાયદા

તેમને ચેતવણી આપી કે ઓક્ટોબર 2025 સુધી રાહ જોવાથી યુઝર્સ સાયબર હુમલા અને ડેટા લીક પ્રત્યે ખૂબ સંવેદનશીલ બની શકે છે. હાલમાં જર્મનીમાં લગભગ 65% કમ્પ્યુટર્સ (લગભગ 32 મિલિયન) Windows 10નો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે ફક્ત 33% ડીવાઈસ (લગભગ 16.5 મિલિયન) Windows 11 પર છે. માઈક્રોસોફ્ટના આ નિર્ણયથી 3.2 કરોડથી વધુ યુઝર્સ પ્રભાવિત થશે.

  • શું કરી શકાય ?

વિન્ડોઝ 10 યુઝર્સ માટે વિન્ડોઝ 11 પર અપગ્રેડ કરવું અથવા બીજી ઓપરેટિંગ સિસ્ટમ પર સ્વિચ કરવું બેસ્ટ વિકલ્પ છે. જો તમને સુરક્ષાની વધુ ચિંતા હોય તો તમારા માટે Linux જેવા સુરક્ષિત વિકલ્પ પર સ્વિચ કરવું વધારે બેટર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operating System Windows 10 Microsoft
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ