ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / mohit raina may be back in ipl 2022

IPL 2022 / શું IPLમાં થશે રૈનાની વાપસી? આ સ્ટાર ખેલાડી બહાર થઈ જતાં CSKમાં ભારે ઉથલપાથલ

Published By: Khyati

Last Updated: 03:59 PM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં સુરેશ રૈનાની થઇ શકે છે વાપસી, દીપક ચહર બહાર થતા ફ્રેન્ચાઈઝી દ્વારા ટૂંક સમયમાં લેવામાં આવશે નિર્ણય

ADVERTISEMENT

  • શું સુરેશ રૈના IPLમાં પરત ફરશે ?
  • દીપક ચહર ઇજાગ્રસ્ત થતા IPLમાંથી બહાર
  • જલ્દીથી લેવાઇ શકે છે નિર્ણય 

સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સમાં વાપસી કરી શકે છે. આઈપીએલની 15મી સીઝનમાંથી દીપક ચહરના બહાર થયા બાદ તેના સ્થાને રૈનાને સામેલ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રૈના સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેના પર નિર્ણય લેવામાં આવ્યો નથી.  મહત્વનું છે કે  રૈનાને આઈપીએલમાં કોઈ ખરીદનાર નથી મળ્યો. રૈના ગત સિઝન સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ચેન્નાઈએ તેને જાળવી રાખ્યો નથી. તે જ સમયે, કોઈપણ ફ્રેન્ચાઇઝીએ હરાજીમાં રસ દાખવ્યો ન હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

આ કારણે રૈનાની વાપસી થઈ શકે છે

ચેન્નાઈ સુપર કિંગ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, CSK IPL કોમેન્ટ્રી કરી રહેલા સુરેશ રૈના સાથે ફરી જોડાઈ શકે છે. વાસ્તવમાં અંબાતી રાયડુનું પ્રદર્શન આ સિઝનમાં સારું રહ્યું નથી. રાયડુએ અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 20.50ની એવરેજથી 82 રન બનાવ્યા છે. ચેન્નાઈ અત્યાર સુધી 5 મેચમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે.

દીપક ચહર ઈજાના કારણે બહાર

દીપક ચહર ઈજાના કારણે શરૂઆતની મેચોમાં રમી શક્યો ન હતો. એવું માનવામાં આવતું હતું કે તે IPLની મધ્યમાં વાપસી કરી શકશે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ દરમિયાન તેને ફરીથી ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં તે IPLની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. દીપક ચહરને IPL મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

રૈના IPLના સફળ બેટ્સમેનોમાંનો એક

રૈના આઈપીએલના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે. રૈનાએ 205 મેચોમાં 32.51ની એવરેજ અને 136.76ની સ્ટ્રાઈક રેટથી 5528 રન બનાવ્યા છે. તેણે IPLમાં એક સદી અને 39 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 506 ચોગ્ગા અને 203 સિક્સર ફટકારી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

CSK IPL 2022 આઇપીએલ દીપક ચહર સુરેશ રૈના IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ