ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / mohammad shami will play in world cup in stead of jasprit bumrah

જિસકા મુઝે થા ઈંતેજાર... / બુમરાહની જગ્યાએ સ્ટાર ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી, બે જ દિવસમાં જશે ઑસ્ટ્રેલિયા: રિપોર્ટ

Published By: Jaydeep Shah

Last Updated: 10:26 AM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટી20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહની જગ્યા મોહમ્મદ શામી લેશે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • ઇજાને કારણે જસપ્રીત બુમરાહ થયા ટી20 વર્લ્ડ કપથી બહાર 
  • મોહમ્મદ શામી લઈ શકે છે બુમરાહની જગ્યા 
  • ભારતીય ટીમે શરૂ કરી દીધી છે પ્રેક્ટિસ 

ઇજાને કારણે જસપ્રીત બુમરાહ થયા ટી20 વર્લ્ડ કપથી બહાર 

ઓસ્ટ્રેલીયામા ટી20 વર્લ્ડ કપ 2022 રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટની પહેલી મેચ 16 ઓકટોબરના રોજ રમવામાં આવશે. જોકે, ભારતીય ટીમ 23 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે મેચ દ્વારા વર્લ્ડ કપમાં શરૂઆત કરશે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલીયા પહોંચી ચૂકી છે. સાથે જ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે અભ્યાસ શરૂ કરી દીધો છે, પણ ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે, કેમકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે વર્લ્ડ કપથી બહાર થઈ ગયા છે. 

જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમી 
હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે ટી20 વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શામી રમશે. મોહમ્મદ શામી 2 -4 દિવસોમા ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ શકે છે. બુમરાહના ઇજાગ્રસ્ત થયા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ઉમરાન મલિક અથવા મોહમ્મદ શામી આ ટુર્નામેન્ટમાં તેમની જગ્યા લઈ શકે છે. પણ હવે એવો દાવો કરવામાં આવે છે કે મોહમ્મદ શામી ટી20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહની જગ્યા લેશે. 

ભારતીય ટીમે શરૂ કરી દીધી પ્રેક્ટિસ 
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલીયા પહોંચી ગઈ છે. ભારત પહેલો મુકાબલો 23 ઓકટોબરનાં રોજ રમશે, પણ એ પહેલા ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પર્થના વાકા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. BCCIએ ભારતીય ખેલાડીઓની તસવીર પણ શેર કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket ICC T20 World Cup 2022 Jasprit Bumrah mohammad shami ટી20 વર્લ્ડ કપ 2022 Cricket

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ