ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / modi government will give rs 3400 per month to youth know the truth of the viral message fact check
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર હાલના સમયમાં એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશભરના યુવાનો માટે એક યોજના અંતર્ગત દર મહિને 3400 રૂપિયા આપશે. વાયરલ મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ યોજનાનો લાભ ઉઠાવવા માટે યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. તો આવો જાણીએ આ વાયરલ મેસેજની શું છે સચ્ચાઈ.
શું છે વાયરલ મેસેજ
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર જે મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તેમાં ઉલ્લેખ કર્યો છે કે, સરકારે મોટો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તમામ યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપશે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે, મેં તો 3400 રૂપિયા પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના અંતર્ગત મેળવી લીધા છે, આપ પણ રજીસ્ટ્રેશન કરાવી શકશો. મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેમાં ક્લિક કરવા માટે સૌને કહેવામાં આવે છે.
दावा: प्रधानमंत्री ज्ञानवीर योजना के तहत पंजीकरण करने पर सभी युवाओं को प्रति माह ₹3,400 दिए जाएंगे। #PIBFactCheck
▶️यह दावा फ़र्ज़ी है।
▶️इस तरह की किसी वेबसाइट/लिंक पर अपनी निजी जानकारी साझा न करें।
▶️ऐसे संदेशों को फॉरवर्ड करने से पहले #FactCheck जरूर कर लें। pic.twitter.com/KVMzxMJnNW
ADVERTISEMENT
— PIB Fact Check (@PIBFactCheck) September 6, 2022
શું છે વાયરલ મેસેજની સચ્ચાઈ
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાલ પીઆઈબી ફેક્ટ ચેક ટીમે કર્યો છે, જેમાં ટીમે જાણ્યું કે, વાયરલ મેસેજ એક નકલી છે. પીઆઈબીની ટીમે એ પણ જણાવ્યું છે કે, સરકાર તરફથી આવી કોઈ યોજના ચલાવામા આવતી નથી.
પીઆઈબી ફેક્ટ ચેક ટીમે લોકોને સતર્ક કર્યા
ADVERTISEMENT
પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે લોકોને સતર્ક કર્યા છે. તેમાં જણાવ્યું છે કે, કોઈ પણ લિંક અથવા વેબસાઈટ પર વ્યક્તિગત જાણકારી શેર કરવી જોઈએ નહીં. સાથે જ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા એક વાર ફેક્ટ ચેક જરુરથી કરી લેવું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો