બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / MLA on family vacation in Dubai suffers heart attack, death at 52

દુઃખદ / દુબઈમાં ફેમિલી વેકેશન પર ગયેલા ધારાસભ્યને આવ્યો હાર્ટઍટેક, 52 વર્ષની વયે નિધનથી શોકની લહેર

MayurN

Last Updated: 01:37 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું, : રમેશ લાટકેનું બુધવારે દુબઈમાં નિધન થયું, જ્યાં તે પોતાના પરિવાર સાથે રજાઓ માણવા ગયા હતા." તેઓ મુંબઈ શહેરના અંધેરી પૂર્વ વિધાનસભા ક્ષેત્રથી બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે.

  • શિવસેનાના નેતા રમેશ લાટકેનું હાર્ટ એટેકના કારણે નિધન
  • ગુરુવારે પાર્થિવ દેહને પરત લાવવામાં આવશે
  • પ્રિયંકા ચતુર્વેદી અને નિતેશ રાણેએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું 

હાર્ટ એટેકના કારણે નિધન 
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ધારાસભ્ય રમેશ લાટકેનું દુબઈમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેઓ 52 વર્ષના હતા. પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું કે, "બુધવારે દુબઈમાં લાટકેનું નિધન થયું, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે રજાઓ માણવા ગયા હતા." તેમણે કહ્યું કે, તેઓ મુંબઈ શહેરના અંધેરી પૂર્વ વિધાનસભા ક્ષેત્રથી બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. અધિકારીએ કહ્યું  કે  "અમે તેમના પાર્થિવ દેહને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પાર્ટીના અન્ય નેતાઓને આ વિશે જાણ કરી છે. અમને આશા છે કે ગુરુવારે પાર્થિવ દેહને પરત લાવવામાં આવશે." મહારાષ્ટ્રમાં હાલમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે.

 

શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કર્યું દુઃખ વ્યક્ત 
શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ રમેશ લાટકેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "રમેશ લાટકેજીના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ અને આઘાત લાગ્યો. તેમની કામ કરવાની શક્તિ, કોરોના દરમિયાન કામ પ્રત્યેનું તેમનું સમર્પણ અને તેમના વિધાનસભા મત વિસ્તારના લોકો સાથેનો તેમનો સબંધ ખૂબ જ સરસ રહ્યો હતો. તેને ખૂબ યાદ કરવામાં આવશે, તેણે દુનિયાને ઘણાં વહેલાં અલવિદા કહી દીધું. તેના પરિવાર, મિત્રો અને શુભેચ્છકો માટે આ મારું આશ્વાસન છે."

 

ભાજપના નેતા નિતેશ રાણેએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું 
ભાજપના નેતા નિતેશ રાણેએ ટ્વીટ કર્યું હતું કે, "શિવસેનાના ધારાસભ્ય રમેશ લાટકેના નિધનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. થોડા મહિના પહેલાં કોંકણની ફ્લાઈટમાં આંગનવાડી જાત્રાની મુલાકાત વખતે હું તેમને મળ્યો હતો એ મને યાદ છે. વજન ઓછું કરવા માટે ડાયટ કરવા બદલ મેં તેની પ્રશંસા કરી હતી. તેઓ પાર્ટી કરતા વધારે મારા મિત્ર હતા. વિશ્વાસ નથી આવતો. RIP "

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની સરકાર છે. અહીં શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી સાથે મળીને સરકાર ચલાવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nitesh Rane Priyanka Chaturvedi Ramesh Latke Shiv Sena politics MLA Ramesh Latke
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ