ફેસબુક પર રીલ્સ બનાવીને કરોડપતિ બનવાનું સ્વપ્ન હવે અસલિયતમાં ફેરવાશે. કેમ કે, મેટાએ ડિજિટલ જાયન્ટને પોતાની તરફ આકર્ષવા માટે "ક્રિએટર ફાસ્ટ ટ્રેક" નામનો એક પાવરફુલ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પહેલનો હેતુ એવા ક્રિએટર્સને આકર્ષવાનો છે જેઓ પહેલાથી જ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ટિકટોક જેવા પ્લેટફોર્મ પર પોતાને ઇસ્ટાબ્લીસ કરી ચૂક્યા છે. અનેકવાર ફેમસ ક્રિએટર્સને નવા પ્લેટફોર્મ પર શરૂઆતથી શરૂઆત કરવી મુશ્કેલ હોય છે પરંતુ ફેસબુકનો આ નવો પ્રોગ્રામ આ ચેલેન્જને સરળ બનાવવા માટે ડીઝાઇન છે.
- કન્ટેન્ટની રિચ વધારશે
આ પ્રોગ્રામ હેઠળ તમારે નસીબ પર આધાર રાખવાની જરૂર નથી. મેટા પાર્ટીશીપેટ કરનાર ક્રિએટર્સને માટે ત્રણ મહિનાની ગેરંટીડ પેમેન્ટ આપશે છે. મતલબ કે જો તમે ફેસબુક પર તમારી બેસ્ટ રીલ્સ શેર કરો છો તો કંપની તમને નિશ્ચિત પેમેન્ટ કરશે. આ સિવાય ફેસબુક AIનો ઉપયોગ કરીને તમારા કન્ટેન્ટની રિચ વધારશે જે રાતોરાત તમારા ફોલોઅર્સની સંખ્યા વધારી શકે છે.

- ફોલોઅર્સ પર આધારે કમાણી
ફેસબુકે તમારી લોકપ્રિયતાના આધારે સ્પષ્ટ કમાણી સ્લેબ બનાવ્યા છે. જો તમારા Instagram, YouTube કે TikTok પર ઓછામાં ઓછા 1,00,000 ફોલોઅર્સ હોય તો તમે દર મહિને 1000 (આશરે 93,397 રૂપિયા) સુધી કમાઈ શકો છો. પરંતુ જો તમારી ફેન ફોલોઅર્સ વધુ મોટી હોય અને તમારા 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોય તો આ કમાણી દર મહિને 3000 (આશરે 2,80,193 રૂપિયા) સુધી વધી શકે છે.
- ભવિષ્યની કમાણીનો એક નિશ્ચિત માર્ગ
આ માત્ર ત્રણ મહિનાનો શોર્ટકટ નથી પરંતુ લોન્ગ રેસની શરૂઆત છે. ક્રિએટર ફાસ્ટ ટ્રેક પ્રોગ્રામમાં જોડાઈને તમને ફેસબુકના મોનિટાઇઝ ટુલ્સની તરત ઍક્સેસ મળે છે. જેમાં ફાયદો એ છે કે ત્રણ મહિનાનો ગેરંટીડ પ્રોગ્રામ પૂરો થયા બાદ પણ તમે જાહેરાતો અને બીજાં ફિચર્સ દ્વારા ફેસબુકમાંથી સારી એવી આવક મેળવવાનું ચાલુ રાખી શકાશે.
- સૌથી વધુ નફાકારક પ્લેટફોર્મ
મેટા દ્વારા આ રોકાણ ક્રિએટર અર્થતંત્રમાં તેના વધતા પ્રભુત્વને દર્શાવે છે. વર્ષ 2025 માં ફેસબુક તેના ક્રિએટર્સને આશરે 3 બિલિયન ડોલર (આશરે 25,000 કરોડ રૂપિયા) ચૂકવશે. જે ગયા વર્ષ કરતા 35% વધુ છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ફેસબુક વીડિયો ક્રિએટર્સ માટે સૌથી વધુ નફાકારક પ્લેટફોર્મ બની ગયું છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ