બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / એકસાથે 15 પ્રોડક્ટ્સની છુટ્ટી, Apple યુઝર્સને જોરદાર ઝટકો! જોઇ લો આ લિસ્ટ

ટેક્નોલોજી / એકસાથે 15 પ્રોડક્ટ્સની છુટ્ટી, Apple યુઝર્સને જોરદાર ઝટકો! જોઇ લો આ લિસ્ટ

Published By: Jinal Chauhan

Last Updated: 02:11 PM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની મોટી ટેક કંપની Appleએ પોતાના પ્રોડક્ટ લાઇનઅપમાં મોટો બદલાવ કર્યો છે. કંપનીએ એકસાથે 15 લોકપ્રિય પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી Apple યુઝર્સમાં આશ્ચર્ય અને ચર્ચા બંને જોવા મળી રહી છે.

દુનિયાની મોટી ટેક કંપની Appleએ પોતાના પ્રોડક્ટ લાઇનઅપમાં અત્યાર સુધીનો સૌથી મોટો બદલાવ કર્યો છે. કંપનીએ સત્તાવાર રીતે તેના 15 લોકપ્રિય પ્રોડક્ટ્સના વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આ લિસ્ટમાં એવા ડિવાઇસ પણ સામેલ છે જેને ગ્રાહકોએ 2024 અને 2025માં જ ખરીદ્યા હતા.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?

એપ્પલ સામાન્ય રીતે દર વર્ષે નવા મોડલ લોન્ચ કર્યા પછી જૂના મોડલ હટાવે છે પરંતુ આ વખતે સ્પીડ વધારે હોવાથી બધા ચોંકી ગયા છે. માહિતી મુજબ કંપનીએ આ પગલું નવા મોડલ જેમ કે iPhone 17e અને MacBook Air M5 માટે જગ્યા બનાવવા લીધું છે. હવે કંપની પોતાના તમામ પ્રોડક્ટ્સને ‘Apple Intelligence’ (AI) અને નવીનતમ ચિપસેટ પર શિફ્ટ કરવા માંગે છે.

iphone-new-logo

Appleના સ્ટોરમાંથી હવે નીચેના ડિવાઇસિસ હટાવી દેવાશે

  • iPhone 16e (હવે iPhone 17e સાથે બદલી જશે)
  • iPad Air M3 (11 અને 13 ઇંચ, 2025)
  • MacBook Air M4 (13 અને 15 ઇંચ, 2025)
  • MacBook Pro M5 (13 ઇંચ, 512GB વર્ઝન)
  • Mac Studio M3 Ultra (512GB)
  • MacBook Pro M4 Pro (14 અને 16 ઇંચ)
  • MacBook Pro M4 Max (14 અને 16 ઇંચ)
  • Studio Display (2022 મોડલ)
  • Pro Display XDR (2019) અને તેના એક્સેસરીઝ (Pro Stand, VESA Mount)
vtv app promotion

આ પણ વાંચોઃ મારુતિ લાવી રહી છે સાવ સસ્તી અને સારી કાર, CNG એન્જિન પણ મળશે

જૂના ગ્રાહકો માટે શું રહેશે?

જો તમારા પાસે આમાંથી કોઈ ડિવાઇસ છે તો ચિંતા કરવાની જરૂર નથી.

સોફ્ટવેર અપડેટ: Apple આ બધા ડિવાઇસિસને આવતા ઘણા વર્ષો સુધી iOS અને macOS અપડેટ આપતા રહેશે એટલે તમારું ડિવાઇસ ચાલુ અને સુરક્ષિત રહેશે.

થર્ડ-પાર્ટી વેચાણ: આ પ્રોડક્ટ્સ હવે Appleના ઓફિશિયલ સ્ટોરમાં નહીં મળે પરંતુ Amazon, Flipkart અને અન્ય રિટેલ સ્ટોર્સ પર સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 16e Apple products discontinued MacBook lineup changes

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ