બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મારુતિ લાવી રહી છે સાવ સસ્તી અને સારી કાર, CNG એન્જિન પણ મળશે
Last Updated: 10:21 PM, 18 March 2026
ભારતની નંબર વન કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા પણ સૌથી મોટો પોર્ટફોલિયો ધરાવે છે. તેની પાસે હેચબેક, એસયુવી અને એમપીવીમાં સૌથી વધુ મોડેલ્સ છે, જેમાં અનેક સસ્તી કારનો સમાવેશ થાય છે. મારુતિ દેશની સૌથી સસ્તી કાર, એસ-પ્રેસો (3.50 લાખ રૂપિયાની કિંમત) પણ ધરાવે છે. જેમાં અલ્ટો (3.70 લાખ રૂપિયાની કિંમત) અને સેલેરિયો (4.70 લાખ રૂપિયની કિંમત) સહિત અનેક સસ્તા મોડેલ્સ પણ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
આ સિવાય હેચબેક સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવતી વેગનઆર અને સ્વિફ્ટની એક્સ-શોરૂમ કિંમતો 6 લાખ રૂપિયાથી ઘણી ઓછી છે. પરંતુ કંપની હવે એક નવી એન્ટ્રી-લેવલ કાર રજૂ કરવાની યોજના બનાવી રહી છે, જે ખાસ કરીને પહેલી વાર કાર ખરીદનારાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. જો આ કંપનીના પોર્ટફોલિયોમાં નવી એન્ટ્રી-લેવલ કાર બની જાય તો તેની કિંમત 4 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે.
આ કંપની દેશમાં નાની કાર સેગમેન્ટમાં ફરીથી પોતાનો પગપેસારો કરવા માંગે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ મોડેલ ખાસ કરીને ભારત માટે ડિઝાઇન કરવામાં આવશે અને તેની "મલ્ટિ-પાથવે સ્ટ્રેટેજી" હેઠળ, માઈલ્ડ-હાઈબ્રિડ, ફ્લેક્સ-ફ્યુઅલ અને CNG સહિત વિવિધ પાવરટ્રેન ઓપ્શન પણ આપશે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કેમ કે મારુતિ પરવડે તેવી ક્ષમતા અને સુલભતા પર વધુ ફોકસ કરી રહી છે, ખાસ કરીને ટુ-વ્હીલરથી કાર તરફ અપગ્રેડ કરી રહેલા ગ્રાહકો માટે.
ADVERTISEMENT

GST 2.0 ને કારણે ભાવમાં ઘટાડો
કંપનીનો હેતુ ઓછી કિંમતો સુધારેલ માઇલેજ અને વૈકલ્પિક ઇંધણ ઓપ્શનને જોડીને પહેલી વાર કાર ખરીદનારાઓમાં તેનો બજાર હિસ્સો વધારવાનો છે. સપ્ટેમ્બર 2025 માં GST 2.0 ના અમલીકરણ બાદ આ વ્યૂહરચનામાં શરૂઆતમાં હકારાત્મક સંકેતો જોવા મળ્યા છે. GST 2.0 હેઠળ, 4 મીટરથી ઓછી કાર પરનો કર દર 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો હતો. તેનાથી એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં કિંમતો જનતાની પહોંચમાં આવી છે અને ખરીદદારોનો રસ ફરી જીવંત થયો છે.
ADVERTISEMENT
નાણાકીય વર્ષ 26 ના 11 મહિનામાં 7.6% વૃદ્ધિ
કંપની દ્વારા રોકાણકારો સાથે શેર કરવામાં આવેલી વિગતો અનુસાર, તેના પરિણામે સપ્ટેમ્બર-ડિસેમ્બર 2025 ના સમયગાળામાં પહેલી વાર કાર ખરીદનારાઓનો હિસ્સો 48% સુધી વધી ગયો, જે એપ્રિલ-ઓગસ્ટ સમયગાળામાં લગભગ 40% હતો. તેમ છતાં નાના કાર સેગમેન્ટમાં માળખાકીય દબાણનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે એકંદર કાર વેચાણમાં સુધારો થઈ રહ્યો છે. મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 26 ના પ્રથમ 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી) કુલ 2.20 મિલિયન યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં વેચાયેલા 2.04 મિલિયન યુનિટની તુલનામાં 7.6% નો વધારો દર્શાવે છે.
ADVERTISEMENT
મારુતિનું સેગમેન્ટ મુજબ વેચાણ
ઘરેલું વેચાણ, જેમાં પેસેન્જર વાહનો, લાઈટ કોમર્શીયલ વાહનો અને OEM સપ્લાયનો સમાવેશ થાય છે તે 3.2% વધીને 1.80 મિલિયન યુનિટ થયું હતું જ્યારે પેસેન્જર વાહનોનું વેચાણ 2.9% વધીને 1.66 મિલિયન યુનિટ થયું. જેમાં યુટિલિટી વ્હીકલ સેગમેન્ટ વેચાણ વૃદ્ધિનો મુખ્ય ચાલક રહ્યો જે 4.6% વધીને 689,631 યુનિટ થયો.
ADVERTISEMENT
તો , 'મીની સેગમેન્ટ'માં વેચાણ 11.9% ઘટીને 100,550 યુનિટ થયું જે દર્શાવે છે કે એન્ટ્રી-લેવલ કારની માંગ કમજોર રહી છે. વેગનઆર, સ્વિફ્ટ, ડિઝાયર અને બલેનો જેવા મોડેલોના મજબૂત વેચાણને કારણે કોમ્પેક્ટ સેગમેન્ટમાં 4.6% નો વધારો થઈને 736,313 યુનિટ થયું. મધ્યમ કદના સેડાન સેગમેન્ટમાં 74.4% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, જે SUV તરફ વધતા વલણને દર્શાવે છે.
ADVERTISEMENT
મારુતિ એન્ટ્રી અને કોમ્પેક્ટ સેગમેન્ટમાં મજબૂત સ્થાન જાળવી રાખ્યું છે. તેની નાની કાર સીરીઝમાં મિની સેગમેન્ટમાં અલ્ટો K10 અને S-Presso જેવા મોડેલોનો સમાવેશ થાય છે જ્યારે કોમ્પેક્ટ સીરીઝમાં સેલેરિયો, વેગનઆર, સ્વિફ્ટ, ડિઝાયર, બલેનો અને ઇગ્નિસ જેવા મોડેલોનો સમાવેશ થાય છે. આ બધા પેટ્રોલ અને CNG બંને oઓપ્શનમાં ઉપલબ્ધ છે. ભારતમાં પેસેન્જર વાહનોમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના છે. ભારતમાં પ્રતિ 1,000 લોકો માટે માત્ર 30 વાહનો છે, જ્યારે ચાઈનામાં આ સંખ્યા લગભગ 223 અને અમેરિકામાં 755 થી વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.