બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / milk and dairy products could bad cholesterol level or not know the truth behind this myth health tips

તમારા કામનું / શું દૂધ પીવાથી શરીરમાં વધે છે Bad Cholesterol? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો

Arohi

Last Updated: 01:41 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધવા લાગે છે. તો સમજી લો કે આવનારા સમયમાં સ્ટ્રોક અને હૃદયની બીમારીઓનું ગંભીર જોખમ થઈ શકે છે.

  • બેડ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે ખતરનાક 
  • શું કોલેસ્ટ્રોલ વધવા પર પી શકો છો દૂધ? 
  • જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો 

જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે. તો સમજી લો કે આવનારા સમયમાં સ્ટ્રોક અને હૃદયની બીમારીઓનું ગંભીર જોખમ ઉભુ થઈ શકે છે. પહેલા આ ખતરાને સમજો અને તમારી ખાવાની આદતોમાં તાત્કાલિક ફેરફાર કરો તે વધુ સારું છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોલેસ્ટ્રોલ વધવાની સ્થિતિમાં દૂધ પીવાનું બંધ કરવું જોઈએ?

કોલેસ્ટ્રોલ વિશે માન્યતાઓ
કોલેસ્ટ્રોલ વિશે ઘણી માન્યતાઓ છે જેને તોડવી ખૂબ જ જરૂરી છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે ઘણા લોકો ડેરી ઉત્પાદનોથી દૂર રહે છે. જો કે આ અજાણતા કરવામાં આવે છે, પરંતુ તે ઘણી રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે ફેટ વધવા પર દૂધ પીવું જોઈએ કે નહીં?

બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા ન દો
કોલેસ્ટ્રોલ માત્ર ચરબી જ નથી. તે લિપિડનો એક પ્રકાર છે જે ફેટ અને પ્રોટીનથી બનેલો છે. તે એક ચીકણું પદાર્થ છે જે લોહીમાં સ્વસ્થ કોષો બનાવવામાં મદદ કરે છે. એચડીએલ એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન હાર્ટ હેલ્થને સારી રાખે છે.

બીજી તરફ જો એલડીએલ નસોમાં વધુ જમા થઈ જાય તો હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. સામાન્ય રીતે આપણે જે પ્રકારનો આહાર લઈએ છીએ તેમાં ગુડ અને બેડ બંને કોલેસ્ટ્રોલ હોય છે. આપણે માત્ર ગુડ કોલેસ્ટ્રોલનું સેવન કરવું જોઈએ. 

શું દૂધ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે?
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીમાં પ્રકાશિત થયેલા નવા સંશોધન મુજબ દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ પર ખાસ અસર થતી નથી. તેનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું કે ડેરી ઉત્પાદનોથી ગુડ અને બેડ બંને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.

'મર્યાદિત માત્રામાં દૂધ પીવાથી કોઈ જોખમ નથી'
રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે જે લોકો નિયમિતપણે દૂધ પીવે છે તેમનામાં હૃદયની બીમારીઓનું જોખમ 14 ટકા ઓછું થઈ જાય છે. જો દૂધ મર્યાદિત માત્રામાં પીવામાં આવે તો તેનાથી પેટની ચરબી કે વજન વધતું નથી. આ અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે ડેરી ઉત્પાદનોનું સેવન ઘટાડવાની જરૂર નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Bad Cholesterol
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ