ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ગરમીમાંથી ક્યારે રાહત? ક્યારે પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી

હવામાન અપડેટ / ગુજરાતમાં ગરમીમાંથી ક્યારે રાહત? ક્યારે પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી

Published By: Vishal Khamar

Last Updated: 02:51 PM, 16 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, 18 તારીખ પછી ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થશે. આ વર્ષે 5 દિવસ વહેલું ચોમાસુ સક્રિય થશે.

ADVERTISEMENT

રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો કહેર યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી, જેના કારણે લોકોમાં ગરમીથી બચવા માટે ચિંતા વધી રહી છે.

બપોરના સમયે રસ્તાઓ સૂમસામ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વલ્લભ વિદ્યાનગરમાં આજે મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યના સૌથી ગરમ વિસ્તારોમાં સામેલ રહ્યું. ગરમીના વધતા પ્રકોપને કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.

સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 19 મે બાદ ગરમીમાં થોડી રાહત મળી શકે છે.

કેરલમમાં 26મે આસપાસ સક્રિય થશે ચોમાસુ

આ સાથે જ ચોમાસાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ કેરળમાં ચોમાસું 26 મે આસપાસ સક્રિય થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં અંદાજે પાંચ દિવસ વહેલું પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીનો આપઘાત, 20 દિવસ પહેલા ખાધી હતી ઝેરી ગોળીઓ

હાલ માટે હવામાન વિભાગે લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવાનું અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ramashray Yadav Meteorological Department Weather

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ