ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીનો આપઘાત, 20 દિવસ પહેલા ખાધી હતી ઝેરી ગોળીઓ
Last Updated: 01:56 PM, 16 May 2026
ADVERTISEMENT
Surat News : સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત પ્રિયદર્શન સ્વામીએ ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, અને 20 દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેમનું મોત નિપજ્યું છે. આ ઘટનાએ ધાર્મિક વર્તુળોમાં શોક અને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ સ્વામી દ્વારા 20 દિવસ પહેલા ઝેરી પદાર્થનું સેવન કરીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સતત સારવાર છતાં તેમનો જીવ બચી શક્યો નહોતો. તેમના અવસાન બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
ADVERTISEMENT
ઘટના બાદ સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે. સમિતિએ માંગ કરી છે કે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જેમાં મોબાઈલ કોલ ડિટેઇલ, મેસેજ, CCTV ફૂટેજ તેમજ મંદિરના સંતો અને ટ્રસ્ટીઓના નિવેદનોનો સમાવેશ કરીને વિગતવાર તપાસ કરવી જરૂરી હોવાનું જણાવ્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : લેસ્બિયન પાર્ટનર સાથે રહેવા ન મળતાં કિશોરીએ એસિડ ગટગટાવી લીધું, સુરતની ચકચારી ઘટના
સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે, જો સ્વામીને કોઈ વ્યક્તિ દ્વારા ધમકી, દબાણ અથવા બ્લેકમેઇલ કરવામાં આવ્યું હોય તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે માટે તાત્કાલિક અને પારદર્શક તપાસ કરવાની માગ પણ કરવામાં આવી છે. બીજી તરફ સુરત પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ તમામ પરિસ્થિતિઓ, પુરાવા અને નિવેદનોના આધારે ઘટનાના સાચા કારણો શોધી રહી છે. આ ઘટના બાદ લસકાણા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં શોકની લાગણી છે અને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT