ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બંગાળમાં 152 અને તમિલનાડુની તમામ બેઠકો પર મતદાન, ઈતિહાસ રચવા આતુર મતદારો

Election 2026 / બંગાળમાં 152 અને તમિલનાડુની તમામ બેઠકો પર મતદાન, ઈતિહાસ રચવા આતુર મતદારો

Published By: Pravin Joshi

Last Updated: 12:40 AM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 23 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો અને તમિલનાડુની તમામ 234 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બંગાળમાં 1,478 અને તમિલનાડુમાં 4,023 ઉમેદવારો મેદાનમાં છે.

ADVERTISEMENT

આજે 23 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો અને તમિલનાડુની તમામ 234 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બંગાળમાં 1,478 અને તમિલનાડુમાં 4,023 ઉમેદવારો મેદાનમાં છે. બંગાળમાં મતદાર યાદીમાંથી 91 લાખ નામો હટાવવાને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી 'ટીવીકે' પર સૌની નજર છે. ચૂંટણી પંચે અત્યાર સુધીમાં બંને રાજ્યોમાંથી 1,000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને પ્રતિબંધિત સામગ્રી જપ્ત કરી છે.

voting-1

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન અત્યંત મહત્વનું માનવામાં આવે છે, કારણ કે આ તબક્કામાં ઉત્તર બંગાળ, દક્ષિણ બંગાળ અને જંગલમહલ વિસ્તારના કુલ 16 જિલ્લાઓની 152 બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં કુલ 3,60,77,171 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં 1,75,77,210 મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને મુર્શિદાબાદની 22, પશ્ચિમ મેદિનીપુરની 15 અને પૂર્વ મેદિનીપુરની 16 બેઠકો પર ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. જોકે, ચૂંટણી પહેલા મતદાર યાદીના વિશેષ પુનરીક્ષણ (SIR) ને લઈને બંગાળમાં રાજકીય ગરમાવો તેજ છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના ઈશારે ચોક્કસ સમુદાયના નામો યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જ્યારે ભાજપે તેને નકલી મતદારો હટાવવાની પ્રક્રિયા ગણાવી છે.

election-commission

બીજી તરફ, દક્ષિણ ભારતના પ્રભાવશાળી રાજ્ય તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર એક જ તબક્કે મતદાન થઈ રહ્યું છે. અહીં 4,023 ઉમેદવારો મેદાનમાં છે અને અંદાજે 5.73 કરોડ મતદારો તેમના ભાગ્યનો ફેંસલો કરશે. આ વખતે તમિલનાડુની ચૂંટણીમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ મોટું આકર્ષણ જમાવ્યું છે. અનેક બેઠકો પર વિજયના સમર્થકોને જોતા એવું લાગી રહ્યું છે કે તે પરંપરાગત ડીએમકે અને એઆઈડીએમકેના સમીકરણો બગાડી શકે છે. તમિલનાડુમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પરિવહન વિભાગે ચેન્નાઈથી 6,000 થી વધુ સ્પેશિયલ બસો દોડાવવાની જાહેરાત કરી છે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચે કોઈ કચાસ રાખી નથી. પશ્ચિમ બંગાળમાં જ અંદાજે 2,407 CAPF કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાં 2.4 લાખથી વધુ જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 7,384 મતદાન મથકોને 'ક્રિટિકલ' જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં સતત ડ્રોન અને સીસીટીવી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. પંચે એ પણ માહિતી આપી છે કે 26 ફેબ્રુઆરીથી 22 એપ્રિલ વચ્ચે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાંથી કુલ 1,072.13 કરોડ રૂપિયાની અસ્કયામતો જપ્ત કરવામાં આવી છે, જેમાં તમિલનાડુ 599.24 કરોડ સાથે પ્રથમ ક્રમે છે. જપ્ત કરાયેલી ચીજોમાં રોકડ, દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ નેશનલ / પપ્પુ યાદવનો બિહારમાં મોટો ધડાકો, પટનાની હોસ્ટેલ ગર્લ્સ નેતાઓ પાસે મોકલવામાં આવે છે

મતદાન પ્રક્રિયાને સુગમ બનાવવા માટે પંચે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. બ્રેઈલ-સક્ષમ ઈવીએમ મશીનો, વ્હીલચેર માટે રેમ્પ અને અગ્રતા કતાર જેવી સુવિધાઓ દરેક કેન્દ્ર પર ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે સાયબર સેલ દ્વારા પણ કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે 2026 ની આ મહા-જંગમાં જનતા કોના પર કળશ ઢોળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Election2026 TamilNaduElection WestBengalPolls

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ